રેસ્ક્યુ:મોટામવા પાસેની નદીના કોઝવે પરથી યુવક તણાયો, લોકોએ દોરડા નાખી બચાવી લીધો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ પાણીથી વહી રહ્યાછે, મોટામવામાં તાલુકા સ્કૂલ પાસે આવેલી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. શુક્રવારે બપોરે આ નદીના કોઝવે પરથી 40 વર્ષની વયનો એક વ્યક્તિ ચાલીને કોઝવે પસાર કરી રહ્યો હતો, વિસ્તારના લોકોએ તેને કોઝવે પર નહીં જવા સમજાવ્યો હતો પરંતુ તે માન્યો નહોતો અને કોઝવે પર આગળ ચાલવા લાગ્યો હતો, કોઝવેની વચ્ચે પહોંચતા જ તેની હાલત કફોડી બની હતી અને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો, યુવક તણાતા જ કાંઠા નજીક ઊભેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, કેટલાક યુવકોએ હિંમત દાખવી નદીમાં દોરડા નાખ્યા હતા અને તે દોરડાની મદદથી યુવકને બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...