તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લગ્ન વગર સાથે રહેતી મહિલાના ત્રાસથી યુવાને ઝેરી દવા પી લીધી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોઠારિયામાં જુગારનો દરોડો, 8 ઝબ્બે

શહેરના સોરઠિયાવાડી પાસે આવેલા એક બગીચામાં યુવાને ઝેરી દવા પી લીધાની જાણ થતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. સારવાર લઇ રહેલા યુવાનની પૂછપરછમાં તે સીતારામ સોસાયટીમાં રહેતો ચંદ્રેશ ચંદુભાઇ ગોહેલ હોવાનું જણાવ્યું હતું. આપઘાતની કોશિશના કારણ અંગે પૂછતા તે અપરિણીત હોય એક વર્ષ પહેલા એક મહિલાના પરિચયમાં આવતા બંને લગ્ન વગર તેના ઘરે સાથે રહેતા હતા. થોડા સમય સરખી રીતે રહ્યાં બાદ અલગ થવા તે અવારનવાર પાંચ લાખ રૂપિયાની માગણી કરી ઝઘડો કરતી હતી.

અન્ય એક બનાવમાં કોઠારિયા ગામ પાસે ગોવિંદ ગ્રીનસિટી-3માં યુવરાજસિંહ નટુભા પરમારના ઘરમાં જુગાર ક્લબ ચાલતી હોવાની પોલીસને માહિતીના આધારે દરોડો પાડતા જુગાર રમી રહેલા મકાનમાલિક યુવરાજસિંહ ઉપરાંત ભરત મજેઠિયા, કેશુ બોઘરા, કીર્તિ ઉર્ફે કલ્પેશ લોઢિયા, જેન્તી બચુ વીરડિયા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગોપાલ પરાલિયા અને રાજેશ ઉર્ફે રાજુ સુવાગિયાને પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો