આપઘાત:સગાઇ બાદ લગ્ન કરવા ન હોઇ યુવકે દવા પીધી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સગાઇ થયા બાદ લગ્ન નહીં ઇચ્છતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચુડાના કરમડ ગામનો વતની અને જામનગર રોડ પર ન્યારા પાસે મસાલાની ફેક્ટરીમાં કામ કરતા અને ફેક્ટરીના જ ક્વાર્ટરમાં રહેતા રણજીત વાલજીભાઇ કમેજળિયા (ઉ.વ.27)એ ગુરૂવારે રાત્રે ઝેરી દવા પી લેતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકના આપઘાતના પ્રયાસની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્રણ ભાઇમાં વચેટ રણજીતની સગાઇ થઇ હતી પરંતુ તે લગ્ન કરવા ઇચ્છતો નહોતો, પરિવારજનો લગ્ન કરી લેવાનું કહેતા હોય કંટાળીને રણજીતે વખ ઘોળી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...