તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સિદ્ધિ:ધોરાજીમાં યુવાને સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદ્યા, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન, 6 મહિના સખત કસરતથી 110માંથી 33 કિલો વજન ઉતાર્યું

રાજકોટ8 દિવસ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
વજન ઉતારતાં ઉતારતાં ઇન્ટરનેશનલ સિદ્ધિ પણ મેળવી.
  • વજન ઓછું થતાં યુવાને દોરડા કૂદવાની શરૂઆત કરી, પહેલાં માત્ર 2 મિનિટ કૂદી શકતો

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અને વ્યવસાયે સ્ટેશનરીની દુકાન ધરાવતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલે સતત છ મહિના મહેનત કરીને પોતાના 110 કિલોગ્રામ વજનમાંથી 77 કિલોગ્રામ વજન કરી દીધું છે, એટલે કે 33 કિલો વજન ઘટાડી દીધું છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે તેમનું મનોબળ પણ વધ્યું છે, જેના થકી યુવાને સતત 27 મિનિટ સુધી 3200 દોરડા કૂદી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડની અંદર પોતાનું નામ નોંધાવી પોતાના કૌશલ્યથી પ્રમાણપત્ર અને મેડલ પણ મેળવ્યાં છે.

22 વર્ષની ઉંમરે સિદ્ધિ હાંસલ કરી
આપણા ભારતના રાષ્ટ્રીય શાયર-કવિ એવા ઝવેરચંદ મેઘાણીની પંક્તિ યાદ આવે છે કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ એવી જ રીતે આ 22 વર્ષના વિદ્યાર્થીએ મનમાં વેઇટલોસ કરવા નક્કી કરી લીધું હતું. લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને જ્યારે વજન વધવાની ફરિયાદ હતી ત્યારે આ વિદ્યાર્થીએ છ માસની અંદર જ પોતાનું 33 કિલો વજન ઘટાડી દીધું છે અને સાથે જ તેમના વજન વધવાને કારણે દોરડા કૂદવા માટે પણ મહેનત ચાલુ કરી અને આજે આ મહેનતને કારણે તેમને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ તરફથી પ્રમાણપત્ર અને મેડલ પ્રાપ્ત થયાં છે.

પરિવારમાં ખુશીનો માહોલ.
પરિવારમાં ખુશીનો માહોલ.

શરૂઆતમાં 2 મિનિટ સુધી દોરડા કૂદી શકતો
યુવાન હર્ષરાજસિંહે જણાવ્યું હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યાઓ સામે આવી છે. આ સમયે મેં સતત કસરત કરી 6 મહિનામાં 33 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે. આજે એક વર્ષથી આ વજન જાળવી રાખ્યું છે. વજન ઓછું થતાં દોરડા કૂદવાની શરૂઆત કરવામાં આવી, જે શરૂઆતના સમયે 2 મિનિટ કૂદી શકાતા હતા, પરંતુ રોજબરોજ પ્રેક્ટિસ કરતાં આજે સતત 27 મિનિટમાં 3200 દોરડા કૂદી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કોઇપણ દવા કે સર્જરી વગર આ યુવાને પોતાનું વજન ઘટાડી સમાજને અલગ જ પ્રેરણા પૂરી પાડી છે.

શરૂઆતમાં 2 મિનિટ જ દોરડા કૂદી શકતો.
શરૂઆતમાં 2 મિનિટ જ દોરડા કૂદી શકતો.

પરિવાર આજે ગૌરવની લાગણી અનુભવે છે
હર્ષરાજસિંહની આવી સખત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમનાં માતા-પિતા અને સમગ્ર પરિવાર તેમજ સમાજ પણ તેની મહેનત અને મળેલા સન્માન પ્રત્યે ખૂબ ગૌરવ અનુભવી રહ્યાં છે. આ તકે તેમના પિતા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મારા પુત્રએ જે રીતે સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે આવું પરિણામ મેળવ્યું છે એ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ.

યુવાનની સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ.
યુવાનની સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ.

અડગ થઇને વેઇટલોસ કરવાનું નક્કી કર્યું હતું: પિતા
જયદેવસિંહે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની પહેલી લહેરના લોકડાઉનમાં મારા પુત્રનું વજન 110 કિલો હતું, આથી તેણે મનમાં નક્કી કર્યું કે ગમે તેમ કરીને વજન ઘટાડવો છે. બાદમાં સતત 6 મહિના સુધી સખત કસરત કરીને ઘરે ખોરાકમાં પરેજી પાળી હતી. 6 મહિનામાં જ 33 કિલો વજન ઘટી ગયું હતું. હાલ તેનું વજન 77 કિલો છે. તેણે અડગ મનથી વેઇટલોસનું કરવાનું નક્કી કર્યું હતું અને તે તેણે સિદ્ધ પણ કરી બતાવ્યું છે.

પિતા સ્ટેશનરીની દુકાન ચલાવે છે.
પિતા સ્ટેશનરીની દુકાન ચલાવે છે.

પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું
હર્ષરાજસિંહ ગોહિલની આવી સતત મહેનત અને પરિશ્રમને કારણે આજે તેમને પોતાનું વજન પણ ઘટાડ્યું છે અને સાથે-સાથે શરીરની અંદર સ્ફૂર્તિ આવતાં દોરડા કૂદમાં ભાગ લઇને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી પોતાનું, પોતાના પરિવાર શહેર અને સમાજનું તેમજ દેશનું નામ રોશન કરી બતાવ્યું છે.

હર્ષરાજસિંહ.
હર્ષરાજસિંહ.
અન્ય સમાચારો પણ છે...