રાજકોટ ક્રાઇમ ન્યુઝ:સો.મીડિયામાં 'આમા કોઇનો વાંક નથી' લખી યુવકે ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું, કારણ અકબંધ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાનપરામાં મામા સાહેબના મંદિર પાસે આવેલા યશ એપાર્ટમેન્‍ટમાં ચોથા માળે રહેતી ઉર્વશી રાણીંગાએ ગઇકાલે પોતાના ઘરે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો તેને બોલાવવા માટે જતા રૂમનો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા તેની ચાર વર્ષની પુત્રીએ દરવાજો ખોલતા ઉર્વશીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પાડોશીઓ સહિતના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ 108 માં જાણ કરતા 108 ની ટીમે તાકીદે સ્‍થળ પર પહોંચી EMT ઉત્તમભાઇ તથા પાઇલોટ ભગીરથભાઇએ તપાસ કરતા પરિણીતાનું મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એ-ડીવીઝન પોલીસ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસમાંથી જાણવા મળ્‍યા મુજબ મૃતક ઉર્વશીના માતા-પિતા ઉપલેટા રહે છે. તેના ચાર વર્ષ પહેલા રાજકોટ દિવાનપરામાં રહેતા કૃનાલ રાણીંગા સાથે લગ્ન થયા હતા. સોફટવેર એન્‍જીનિયર છે. તેને સંતાનમાં એક પુત્રી છે. પોલીસની તપાસમાં ઉર્વશી પાસેથી મળેલો મોબાઇલ ફોન ચેક કરતા તેણે વ્‍હોટ્‍સએપના સ્‍ટેટસમાં ‘આમા કોઇનો વાંક નથી' તેમ સ્‍ટેટસ મુકયા બાદ તેણીએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

પાટા ક્રોસ કરતી વખતે ટ્રેનની ઠોકરે ચડતા યુવકનું મોત
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઓવરબ્રીજની નીચે પાટા ક્રોસ કરતી વખતે આશરે 30 વર્ષનો અજાણ્‍યો યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ 108 માં જાણ કરતા 108ની ટીમે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી પાયલબેન મહેતાએ તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના PSI એ.જે.પરમાર સહિતે તાકીદે સ્‍થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ કરી હતી પરંતુ તેની પાસેથી કંઇ મળ્‍યુ ન હતું. આ યુવાને બ્‍લુ કલરનું ટ્રેક પેન્‍ટ અને કાળા કલરનો શર્ટ પહેરેલ છે. તે આસપાસના કારખાનામાં કામ કરતો હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું પોલીસનું માનવુ છે બાદ પોલીસે યુવાનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. યુવાનના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસ સ્‍ટેશન સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે.

દેશી પીસ્‍તોલ સાથે એકે શખ્સ ઝડપાયો
ગોંડલ તાલુકાના બીલીયાળા ગામના હાઇવે રોડ ઉપર આવેલ બસ સ્‍ટોપ પાસેથી રવિભાઇ દિલીપભાઇ પાનખણીયાને લાઇસન્‍સ વગર પોતાના કબજામાં એક દેશી બનાવટની પીસ્‍તોલ કિંમત 10 હજાર તથા બે કાર્ટીસ કિંમત 200 મળી કુલ 10,200નો મુદ્દામાલ મળીઅ આવતા ધરપકડ કરી ગોંડલ તાલુકા પોલીસને હવાલે કરાયો હતો. પકડાયેલ રવિ આ હથિયાર સીન જમાવવા લીધાની કબુલાત આપી હતી. હથિયાર કોની પાસેથી લીધુ ? તે અંગે તેની પુછતાછ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...