તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઉપલેટાના યુવાનનો એન્ટિબોડી ટેસ્ટ થશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ પામેલા પિતાના નામે રસી લીધી હતી કે કેમ? તે અંગે તંત્રે શરૂ કરી તપાસ

ઉપલેટામાં મૃત પિતાના નામે અન્યને રસી આપવાનો મુદ્દો અત્યંત ચર્ચાઈ રહ્યો છે, ત્યારે આ મુદ્દાની તપાસ ત્વરિત રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના આરસીએચઓને સોંપવામાં આવી હતી, જે અંગે જિલ્લાના સીડીએચઓ શાહ દ્વારા જાણવા મળ્યું હતું કે, રસી આપનાર આઉટ સોર્સિંગ કર્મચારીને ટર્મિનેટ કરવામાં આવ્યો છે, અને રસી માટે મૃત પિતાના નામે નોંધણી કરનાર પુત્રની વધુ તપાસ અને તેનો એન્ટિબોડી ટેસ્ટ કરાવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે, જેથી ટેસ્ટ બાદ એ ખ્યાલ આવશે કે વિરમે રસી લીધી છે કે નહિ. જો ટેસ્ટમાં એન્ટિબોડી હોવાનું પુરવાર થાય તો તે ગંભીર ગુનો બનશે, સામે તેને ભારતીય દસ્તાવેજ આધારકાર્ડનો ખોટા કામમાં ઉપયોગ કર્યો છે જે પણ અત્યંત ગંભીર છે.

સીડીએચઓ શાહે કહ્યું હતું કે, તે દિવસે કુલ 113 લોકો રસી લેવા આવ્યા હતા, જેની નોંધણી આરોગ્ય કેન્દ્ર બહાર રાખવામાં આવેલા રજિસ્ટર અને અંદર નોંધણી કરવામાં આવતા રજિસ્ટરને મેચ થાય છે, ત્યારે 114મું નામ રજિસ્ટરમાં દાખલ થયું નથી, પરંતુ પોર્ટલ પર દેખાડે છે. ત્યારે પ્રશ્ન એ છે કે, ઓનલાઈન મંજૂરી કેવી રીતે મળી, સર્ટિફિકેટ કેવી રીતે જનરેટ થયું, શું વિરમ પાસે પોર્ટલના યુઝર આઈડી-પાસવર્ડ આવ્યા કે કેમ?

આ તમામ મુદ્દાઓ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા છે, જેથી કેન્દ્ર સરકારમાં આ અંગે રજૂઆત કરવામાં આવશે, અને આઈપી એડ્રેસ પરથી વધુ તપાસ થાય તે અંગે માગણી પણ કરાશે, જેથી સત્ય હકીકત સુધી પહોંચી શકાય. પરંતુ હાલ આ પ્રકરણ ઓનપેપર ખરાઇ થઇ ગયું છે કે, ગડબડ સો ટકા થઇ છે. વધુમાં જે દિવસે રસી 113 લોકોને રસી આપવામાં આવી હતી તે સમયે રસીનો બગાડ પણ થયો ન હતો. જેથી એ વાત પુરવાર થાય છે કે, જે ગડબડ કરવામાં આવી છે, તે ઓનલાઈન પોર્ટલ મારફતે જ થયેલી છે. જેની વધુ તપાસ આગામી સમયમાં થશે.

અન્ય સમાચારો પણ છે...