અનોખી સિદ્ધિ:રાજકોટનો યુવાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા કોર્પોરેટર બન્યો; હરીફ ઉમેદવાર કરતા 61 ટકા વધુ મત મળ્યા, અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છતાં જીતી ગયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટર બનેલો રાજકોટના યુવાનની તસવીર - Divya Bhaskar
કોર્પોરેટર બનેલો રાજકોટના યુવાનની તસવીર

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં મૂળ રાજકોટના છેલ્લા 14 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા કેયૂર કામદાર કોર્પોરેટર તરીકે વિજેતા બન્યા છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોઇ ગુજરાતી યુવાન કોર્પોરેટર બન્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. તેમના હરીફ ઉમેદવાર છેલ્લા 6 ટર્મથી ચૂંટાઈને આવતા હતા તેની સામે 61 ટકા વધુ મત મેળવીને તેઓ વિજેતા બન્યા છે. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.

કેયૂર કામદારના ભાઈ હેમલ કામદારે જણાવ્યું હતું કે, પર્થ દેશમાં બેલેટ પેપરથી મતદાન થાય છે. બેલેટ પેપર મતદારોને ઘરે પહોંચી જાય છે અને તે પોસ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. આ સમયમાં જો કોઇ પોતાના બેલેટ પેપર નથી પહોંચાડી શકતા તેઓ રૂબરૂ જઈને મતદાન કરી શકે છે. કેયૂર કામદાર પહેલી વખત ચૂંટણી લડ્યા હતા. તેના હરીફ ઉમેદવાર ડેપ્યુટી મેયરના હોદ્દા પર હતા. કેયૂર કામદારને 1339 મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવારને 875 મત મળ્યા છે.

અહીં કોઇ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ વગર ચૂંટણી લડી શકે છે. જ્યાં ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરે છે. કેયૂર કામદારે જણાવ્યું હતું કે, યુવા, સિનિયર સિટિઝન તેમજ ડેવલપમેન્ટને જે સમસ્યા હતી તેના નિરાકરણ માટે તેઓએ આ ચૂંટણી લડવાનું પસંદ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...