તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પિતાએ મોબાઇલમાં ગેમ રમવા ન દેતા તરુણે ફાંસો ખાધો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોઠારિયા રોડ હાઉસિંગ બોર્ડ ક્વાટર્સનો કિસ્સો

નવા લીધેલા મોબાઇલમાં સતત ગેમ રમતા તરુણને તેના પિતાએ ઠપકો દેતા તરુણે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. ચાર બહેનના એકના એક ભાઇના આપઘાતથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

કોઠારિયા રેલવે સ્ટેશન પાસેના હાઉસિંગ બોર્ડ ક્વાટર્સમાં રહેતા યશ મનસુખભાઇ પરસોંડા (ઉ.વ.17)એ પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, યશના પિતા કારખાનામાં મજૂરી કરે છે, યશ પણ તેના પિતા સાથે કારખાનામાં જતો હતો, દશ દિવસ પૂર્વે યશને નવો મોબાઇલ ખરીદી અપાયો હતો.

મોબાઇલ ખરીદ કર્યા બાદ યશ સતત તેમાં ગેમ રમતો હતો, ગેમ રમવા રાત્રે પણ જાગતો હોવાથી તેના પિતાએ મોબાઇલમાં ગેમ નહીં રમવાનું કહી તે બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનું માઠું લાગતાં યશે ફાંસો ખાઇ લીધો હતો. બુધવારે યશના માતાપિતા બહાર સંબંધીના ઘરે ગયા હતા ત્યારે ઘરમાં એકલા રહેલા તરુણે અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...