તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Young Lady Will Be Naked And Will Record The Call And Ask For Money, Trying To Seduce The Taluka BJP President In Rajkot, Applied

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લેકમેલિંગથી ચેતો:અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ ઉપાડશો તો યુવતી નગ્ન થશે અને કોલ રેકોર્ડ કરી પૈસા માંગશે, રાજકોટમાં તાલુકા ભાજપ પ્રમુખને ફસાવાનો પ્રયાસ, અરજી કરી

રાજકોટ2 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય લોકો ફસાઈ નહીં માટે મેં સાઇબર ક્રાઇમમાં અરજી કરી - તાલુકા ભાજપ પ્રમુખ

સોશિયલ મિડીયા એક સમયે જ્ઞાન અને માહિતીના આદાન-પ્રદાન માટેની શોધ તરીકે ઓળખાતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મિડીયા થકી ગુનાખોરીના પ્રયાસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે રાજકોટમાં ખોટી રીતે થતા બ્લેકમેલિંગનો ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ખોખડદળ ગામમાં રહેતાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ બાબુભાઇ નશીતને સોશિયલ મિડીયામાંથી સતત વિડીયો કોલ અજાણ્યા નંબરથી આવતાં તેમણે એક કોલ રિસીવ કરતાં કોલ કરનાર યુવતિએ પોતાના કપડા ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. એ પછી આં વિડીયો કોલ કરનારે ફરીથી ફોન કરી તમે ખોટુ કર્યુ છે, કેસ થશે, તમે મને જોતાં હો એવો વિડીયો રેકોર્ડ થઇ ગયો છે, તેને અલગ-અલગ ગ્રુપમાં મુકી દઇશ...તેમ કહી ડરાવી ધમકાવી પૈસા માંગી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કરતાં આ મામલે બાબુભાઇ નશીતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે.

અન્ય લોકો ફસાઈ નહીં માટે મેં સાઇબર ક્રાઇમમાં અરજી કરી
આ અંગે DIVYABHASKAR સાથે વાતચીત કરતા ભાજપના તાલુકા પ્રમુખ બાબુભાઈ નસીએ જણાવ્યું હતું કે મારા મોબાઈલ ફોનમાં એક સાથે પાંચ વખત વિડીયો કોલ આવ્યા હતા જેમાંથી એક વખત મારાથી કોલ ઉપડી ગયો હતો ત્યારે સામે છોકરીએ તૈયાર વિડ્યો કલીપ જ પ્લે કરી દીધી જેમાં કપડાં ઉતરતા હોય એવું દેખાય રહ્યું હતું અને આ વિડીયો કોલનું એમણે રેકોર્ડિંગ પણ ચાલુ જ હતું એટલે મને અજુગતું લાગતા મેં તાત્કાલિક વિડીયો કોલ કટ કરી દીધો અન્ય કોઈ લોકો આવા માં ફસાઈ નહીં તે માટે મેં સાઇબર ક્રાઇમમાં અરજી કરી છે.

ફરિયાદની ફાઈલ કોપી
ફરિયાદની ફાઈલ કોપી

હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં હતા - ફરિયાદી
બાબુલાલ નશીતે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા નામથી ફેસબૂક એકાઉન્ટ ધરાવુ છું. જેમાં આજે સવારે મનિષા શર્મા નામના એકાઉન્ટમાંથી વારંવાર વિડીયો કોલ આવવાનું શરૂ થયું હતું. અમે તેને ઓળખતા ન હોઇએ જેથી વિડીયો કોલ રિસીવ કરવાનું ટાળ્યું હતું. એ પછી પણ સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં જ બિભત્સ વર્તન ચાલુ થઇ ગયું હતું. જેથી મેં કોલ કટ કરી નાંખ્યો હતો. એ પછી તેણે મેં વિડીયો કોલ રિસીવ કર્યો હોઇ તેનું રેકોર્ડિંગ એડિટ કરી મેં ખોટુ કર્યુ છે, બદનામ કરી દેશે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. હકિકતે મેં વિડીયો કોલ નહોતો કર્યો, પણ મને સતત કોલ આવતાં એક કોલ રિસીવ કરતાં મને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ થયો હતો.આ મામલે મેં સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી અનેક અરજીઓ આવી છે.

કોલ ડિટેઇલ વેસ્ટ બેંગાલની અને કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે
સાયબર ક્રાઇમ પોલીસ મથકના સિનીયર પોલીસ ઇન્સ્પેકટર V.J.ફર્નાન્ડીઝને બાબુલાલ નશીતની અરજી બાબતે પુછતાં તેમણે કહ્યું હતું કે અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવતાં અમે મુળ સુધી પહોંચવા મહેનત કરી છે. પરંતુ કોલ ડિટેઇલ સીડીઆર વેસ્ટ બેંગાલની હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખુબ મુશ્કેલ બની જતું હોય છે. અમને મળેલી આવી અરજીઓની તપાસ થઇ રહી છે. લોકોએ બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જોઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ કોલ હોય તો તુરત જ કટ કરી બ્લોકમાં મુકી દેવા જોઇએ. લોકોએ ગભરાવાની જરૂર નથી. કારણ કે જે કઇં કર્યુ હોય છે એ કોલ કરનારે કર્યુ હોય છે, રિસીવરને માત્ર ફસાવવા પ્રયાસ થયો છે. વિડીયો કોલ કરનાર મહિલા-યુવતિ સામેની વ્યકિત કોલ રિસીવ કરે એ સાથે જ ન્યુડ થવા માંડે છે. આ વિડીયો કોલનું રેકોર્ડિંગ તે કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો