ધાર્મિક:355 દિવસનું રહેશે 2078નું વર્ષ, મોંઘવારી-વિકાસ વધશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષના પ્રવેશ સમયે ગુરુ-શનિ મકર રાશિમાં, સૂર્ય, મંગળ, બુધ, તુલા રાશિમાં છે

કારતક સુદ એકમને શુક્રવારે તા.5 નવેમ્બરને વિક્રમ સંવત 2078થી નવા વર્ષનો પ્રારંભ થશે. આ નવું વર્ષ 355 દિવસનું છે જે તા.25-10-2022 સુધી ચાલશે. આવતા વર્ષે તા.24 ઓક્ટોબર-2022ના દિવસે દિવાળી છે. નવા વર્ષના પ્રવેશ સમયે ગુરુ તથા શનિ મકર રાશિમાં છે જ્યારે સૂર્ય, મંગળ, બુધ, તુલા રાશિમાં છે. રાહુ વૃષભ રાશિમાં છે, કેતુ વૃશ્ચિક રાશિમાં છે. શુક્ર ધન રાશિમાં છે બધા જ ગ્રહોનું અવલોકન કરતા મોંઘવારીમાં હજુ વધારો થાય તથા સાથે આર્થિક વિકાસ પણ વધે, વિદ્યા અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ રહેશે.

જમીન - મકાનના ભાવમાં વધારો નોંધાય, ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. કોરોનાની બીમારી એકદમ ધીમી પડી શકે છે. લોકોમાં ધાર્મિક ભાવના વધે રાજકારણમાં ગરમાવો રહેશે. માર્ચ મહિના સુધી મોંઘવારી ધીમી ગતિએ વધતી રહેશે ત્યારબાદ બધા ભાવોમાં સ્થિરતા આવે ફુગાવાનો દર ઊંચો રહેશે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, નવા વર્ષે શ્રીકૃષ્ણ ભગવાનને અન્નકૂટ ધરાવાનું મહત્ત્વ છે. તથા નવા વર્ષે પોતાના કુળદેવી અને ગુરુદેવ માતા-પિતાને જરૂર પગે લાગવું જેથી નવું વર્ષ સારું જાય. નવા વર્ષ વ્યાપારના ચોપડામાં મિતિ પૂરી અને શરૂઆત કરી શકાય છે. શુભ મુહુર્ત તા.5 નવેમ્બરે શુક્રવારે સવારે ચલ-લાભ-અમૃત 6.54 થી 11.06 સુધી છે. બપોરે શુભ ચોઘડિયે 12.30થી 1.54 કલાકે નવા વ્યાપારનો પ્રારંભ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...