ચૂંટણી:યાર્ડની ચૂંટણીમાં નવો ચીલો, ઉમેદવારોની સેન્સ લેવાશે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ બાદ યાર્ડના નવા સુકાનીઓ મળશે

યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. 2 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.ચૂંટણી બાદ યાર્ડના નવા સુકાનીઓ મળશે. જોકે આ ચૂંટણીમાં હવે નવો ચીલો શરૂ કરવામાં આવ્યો છે. આ વખતે ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે. જિલ્લા ભાજપ સેન્સ લેશે. યાર્ડના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આ વખતે પ્રથમ વખત સેન્સ લેવામાં આવી રહી છે. સેન્સ લેવામાં એક સપ્તાહ નીકળી જશે. અંદાજિત શનિવાર સુધીમાં સેન્સ લેવાઈ તેવું મનાઈ રહ્યું છે. ચૂંટણીને આડે હવે 10 દિવસ બાકી છે. ત્યારે આ સહકારી જગતમાં રાજકારણ ગરમાયું છે.

યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે નો રિપીટ થિયરી અપનાવામાં આવી હતી. ત્યારે ચેરમેન- વાઈસ ચેરમેનની પસંદગીમાં પણ આ જ રિપીટ અપનાવાય તેવી ચર્ચા છે. જોકે સત્તા સ્થાને કોણ આવે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...