રાજકોટ યાર્ડ ચૂંટણી:યાર્ડના ઉમેદવારને અજ્ઞાતવાસથી સીધા મતદાન મથક લઇ જવાશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ યાર્ડની ચૂંટણીમાં 32 ઉમેદવાર વચ્ચે જામશે જંગ

સહકારી જગતથી લઇને ગાંધીનગર સુધી વિવાદાસ્પદ બનેલી રાજકોટ યાર્ડની આજે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં ભાજપ અને કિસાન સંઘની પેનલ, વેપારી વિભાગના બે પેનલના મળી કુલ 32 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે. ભાજપે પોતાના ઉમેદવારને આખી રાત અજ્ઞાતવાસમાં રાખ્યા હતા અને સવારે સીધા જ મતદાન મથકે લાવવામાં આવશે. 2130 મતદાર મતદાન કરશે. કુલ 5 મતદાન કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા રજિસ્ટ્રાર વિશાલ કપુરિયાના જણાવ્યાનુસાર ખેડૂત વિભાગમાં કુલ ચાર મતદાન બૂથ ઊભા કરાયા છે અને એક બૂથ પર ચાર કુટિર ઊભી કરાઇ છે.

તેવી જ રીતે વેપારી વિભાગમાં 1 મતદાન બૂથ છે. જેમાં પણ ચાર કુટિર ઊભી કરવામાં આવી છે. યાર્ડની ચૂંટણીમાં સહકારી, વેપારી અને ખેડૂત વિભાગ એમ કુલ ત્રણ બેઠક હોય છે, પરંતુ સહકારી વિભાગ ચૂંટણી પૂર્વે જ બિનહરીફ થઈ ગઈ છે. ત્યારે હવે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ વચ્ચે જ ચૂંટણી જંગ જામશે. ભાજપ દ્વારા પ્રથમ વખત પક્ષીય ધોરણે ઉમેદવાર નક્કી કરાયા છે. જ્યારે વેપારી વિભાગમાં પણ બે પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

મતદારે ક્યા ઉમેદવારને મત આપ્યા છે તેની મને 2 મહિના પછી પણ ખબર પડી જશે : જયેશ રાદડિયા
ચૂંટણીના જ 24 કલાક પૂર્વે જયેશભાઈ રાદડિયાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો સાથે કરેલી બેઠકનો હોવાનું અનુમાન છે. જયેશભાઇ રાદડિયા જણાવે છે કે, ઉમેદવારને કાપલી આપવામાં આવશે. જેમાં નામ અને નિશાન હશે. જે અંદર લઈ જવાની છે. બેલેટ પેપરથી મતદાન થવાનું છે. એક કાપલી ટેબલ પર રહે છે.જેના આધારે મને 2 મહિના બાદ પણ ખબર પડી જશે કે કોને ક્યા ઉમેદવારને મત આપ્યો. આ વીડિયોને લઇને સહકારી જગતમાં ચર્ચા રહી છે.

અન્ય સમાચારો પણ છે...