આપઘાત:શ્રમિકે ઝેર પીને અને વૃદ્ધાએ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શ્રમિકની પત્ની હાલ સગર્ભા હોવાનું તપાસમાં જાણવા મળ્યું

શહેરના કાલાવડ રોડ, કણકોટ ગામે શૈલેષભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના કમલેશ અમરૂભાઇ અનારે નામના યુવાને અગમ્ય કારણોસર બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું બે દિવસ બાદ ચાલુ સારવારમાં મોત નીપજ્યું હતું. કમલેશ હજુ બે મહિના પહેલાં જ પત્ની, ભત્રીજા સાથે રાજકોટ આવ્યો હતો. પત્ની હાલ સગર્ભા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. જોકે, કમલેશે ક્યા કારણોસર પગલું ભર્યું તે જાણવા મળ્યું નથી.

જ્યારે અન્ય એક આપઘાતના બનાવમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. કુવાડવા પાસેના મઘરવાડા ગામે રહેતા ડાહીબેન નટુભાઇ તલસાણિયા નામના વૃદ્ધાએ તેમના ઘરે સાડીથી ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. આઠ સંતાનની માતા એવા ડાહીબેને માનસિક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...