આત્મહત્યા:કડિયાકામ નહીં મળવાને કારણે શ્રમિકે આપઘાત કર્યો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વૃદ્ધે બીમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવ દીધો

શહેરમાં રોજિંદા બની ગયેલા આપઘાતના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કોરોનાની મહામારીમાં કામધંધો નહીં મળવાથી શ્રમિકે આપઘાત કરી લીધો છે. જ્યારે 80 વર્ષના વૃદ્ધે બીમારીથી કંટાળી જિંદગી ટૂંકાવી છે.

પ્રથમ બનાવમાં સહકાર મેઇન રોડ, પ્રમુખ દર્શન નારાયણનગર-10માં રહેતા દિનેશભાઇ રણછોડભાઇ આસયાણી નામના પ્રૌઢે બે દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી.હોસ્પિટલમાં બે દિવસની સારવાર કારગત નહિ નિવડતા રવિવારે દિનેશભાઇએ દમ તોડ્યો છે. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસની તપાસમાં મૃતક કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ કોરોનાની મહામારી બાદ કડિયાકામ ન મળવાને કારણે આર્થિક ભીંસ અનુભવતા હતા. જેને કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

બીજો બનાવ દોઢસો ફૂટ રિંગ રોડ, સહજાનંદનગર-1માં બન્યો છે. અહીં રહેતા દેવરાજભાઇ મુળજીભાઇ ચોવટિયાએ રવિવારે વહેલી સવારે તેમના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની તપાસમાં વૃદ્ધનું મોત નીપજ્યાનું જાહેર કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. હેડ કોન્સ.પી.વી.જીલરિયાની તપાસમાં 80 વર્ષના વૃદ્ધ બીમારીથી પીડાતા હોય કંટાળીને પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...