તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:લોધિકાના બ્રિજના કામની અવધિ એક સપ્તાહ પૂર્વે જ પૂર્ણ થઇ ગઈ છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરે મોડું થવાનું કારણ કોરોના કહ્યું, તંત્રે માની લીધું

ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે છતાં ઘણા બ્રિજ અને રોડ રસ્તાના કામ બાકી રહી ગયા છે. ત્યારે લોધિકા તાલુકાના રાવકી ગામ ખાતે બ્રિજના અપૂરતા કામના પગલે ગાડી પુલ નીચે ખાબકી હતી, જેમાંથી ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા શું પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તે મુદ્દે વિભાગના અધિકારીઓ મૌન સેવ્યું છે. તો બીજી તરફ લોધિકા ગામ ખાતે જ પીડબ્લ્યુડી હસ્તકનો બ્રિજ બની રહ્યો છે. જેમાં હજુ પણ પેરાફ્રેઝ, એપ્રોચ રોડ અને ઢાળિયાનું ડામર કામ પણ બાકી છે.

વિભાગે લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, કામ કરનારી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને ખુલાસો પણ મગાવ્યો છે, જેમાં એજન્સીએ જણાવ્યું હતું કે, કોવિડ લહેરના કારણે સ્ટાફની અછત સર્જાઈ હતી. બીજી તરફ વર્ષ 2020ના નવેમ્બર અને ડિસેમ્બરમાં શરૂ કરવા જણાવ્યું હતું.બીજી તરફ પીડબ્લ્યુડીના અધિકારીએ કહ્યું હતું કે, આ બ્રિજના કામ માટે જે નિર્ધારિત કરેલો સમય હતો તે પણ પસાર થઇ ગયો છે અને તેને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો છે.

સાથો-સાથ જે ડિઝાઈન તૈયાર થવી જોઈએ તે 4 મહિના મોડી આવતા કામ પણ મોડું શરૂ થયું હતું. પરંતુ હાલની સ્થિતિએ જો બ્રિજ જોવામાં આવે તો કોન્ટ્રાક્ટર દ્વારા જે સાવચેતી માટેના પગલાંઓ અને જે કામ ચાલુ હોઈ તે સમયે લોકોની અવર-જવર ન થાય તે માટેના બેરિકેડ પણ મૂકવામાં આવ્યા નથી. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, વરસાદ સતત વરસે તો લોકોની સાવચેતી કેવી રીતે રાખી શકાય અને લોકો બ્રિજ પરથી પસાર ન થાય તે માટે ક્યાં પ્રકારના પગલાં લેવા જોઈએ અને શું સાવચેતી રાખવી જોઈએ. આ પ્રશ્ને તંત્ર અને કામ કરતી એજન્સી લૂલો બચાવ કરી રહી છે ને લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે.

અન્ય સમાચારો પણ છે...