કામગીરી:ભારે વરસાદમાં તૂટેલા લોધિકડી ડેમનું કામ 20 દિવસમાં પૂર્ણ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમ તૂટતાં ખેતરોનો થયો હતો સફાયો

રાજકોટ જિલ્લામાં મહિના પહેલા ખાબકેલા અનરાધાર વરસાદે તારાજીના દૃશ્યો સર્જ્યા હતા. ભારે વરસાદના કારણે ડેમ-તળાવો તૂટતાં મોટાપાયે નુકસાન થયું હતું. જેમાં લોધિકાનો લોધિકડી ડેમ તૂટતાં નજીકના ખેતરોનો સફાયો થયો હતો. ત્યારે આ લોધિકડી ડેમ તૂટ્યાના 10 દિવસમાં જ ફરી તેનું કામ શરૂ કરાવામાં આવ્યું હતું અને 20 દિવસમાં જ ફરી બાંધી દેવામાં આવ્યો છે. જિલ્લાના અન્ય ડેમના કામો પણ વહેલાસર શરૂ કરાશે.

વરસાદી તારાજીમાં જિલ્લામાં અનેક જગ્યા ડેમ-તળાવ તૂટી ગયા છે. જોકે પાણી ભરાયેલ હોવાથી તાત્કાલિક કામ શરૂ કરવું મુશ્કેલ છે, પરંતુ લોધિકામાં પૂરના પ્રકોપમાં તૂટેલા લોધિકડી ડેમનું કામ શરૂ થઈ શકે તેમ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. બાદમાં તળાવ ફરી બાંધવા નિર્ણય લેવાયો હતો.

જોકે વરસાદી પ્રકોપના 10 દિવસમાં જ ફરી ડેમનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. રાત-દિવસ કામ શરૂ રાખી 20 દિવસમાં જ તળાવનું કામ પૂર્ણ કરી દેવાયું છે. સિંચાઈ વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ભાવિન ભીમજિયાણીના જણાવ્યા મુજબ લોધિકડી ડેમનું કામ તાત્કાલિક શરૂ કરવું જરૂરી હતું. જેથી તમામ સરવેથી લઈ વિગતો સહિત તમામ કામ ઝડપી કરવામાં આવતા 20 દિવસમાં જ ડેમનું કામ પૂર્ણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...