તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:રૂડાની બોર્ડ બેઠકમાં એઇમ્સ અને રિંગરોડના કામને બહાલી અપાશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની આગામી બોર્ડ બેઠક 11 ડિસેમ્બરના મળી રહી છે. જેમાં મનહરપુર-રોણકી તથા માલિયાસણ-સોખડામાં બે સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના (ટી.પી. સ્કીમ) બનાવવા ઇરાદો જાહેર કરવામાં આવશે તેમજ, રિંગરોડ-2ના પાર્ટ 4ના રોડ રસ્તા અને બ્રિજ બનવાના કામો, એઈમ્સને જોડતા રોડના કામ સહિતના વિકાસકામને બહાલી આપવામાં આવશે. રૂડાની 162મી બોર્ડ બેઠકનું 11 ડિસેમ્બર મળનાર છે. બોર્ડ બેઠકમાં મનહરપુર-રોણકી તથા માલિયાસણ-સોખડામાં કુલ-2 સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવા ઇરાદો જાહેર કરવા, રિંગરોડ- અંતર્ગત કાળીપાટથી માલિયાસણ ગામ સુધીના રસ્તા તથા જુદા - જુદા બે સ્થળે બ્રિજના કામોને બહાલી અપાશે. આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલને જોડતા રસ્તા તેમજ અન્ય રસ્તાઓના કામો, રૂડા હેઠળના ગામોમાં ઘન કચરાના નિકાલ માટે રીફયૂઝ કોમ્પેક્ટર તથા અન્ય સાધનો ખરીદવાના કામોને બહાલી આપવા વિચાર વિમર્શ કરવામાં આવશે. વર્ષ 2019-20ના હિસાબો તથા વર્ષ 2020-21નું સુધારેલ અંદાજપત્ર રજૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો