માટી કૌભાંડ:કામ 2 દિવસચાલ્યું અને મેં 25 ફેરામાં જ સહી કરી છે: પૂર્વ કોચ, યુનિવર્સિટીના માટી કૌભાંડમાં સાક્ષી બનવા માટે પૂર્વ કર્મી તૈયાર

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જ્યારે બોલાવશે ત્યારે હાજરી આપી નિવેદન આપીશ: નિમાવત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ચર્ચાસ્પદ બનેલા માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે. ત્યારે આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ હેન્ડબોલ કોચે આઇ-વિટનેસ બનવા તૈયાર થયા છે. જ્યારે માટી કામ થયું ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં હેન્ડબોલ કોચ તરીકે જિગ્નેશ નિમાવત સેવા આપી રહ્યા હતા. નિમાવતે જણાવ્યું છે કે, કોરોનાના પગલે સૌરાષ્ટ્ર યુનિ. કોચને જુદી જુદી કામગીરી સોંપતું હતું. શારીરિક નિયામકે મને અને અન્ય કોચને ગ્રાઉન્ડમાં ચાલી રહેલા કામમાં માટી કામના ટ્રેક્ટરના ફેરા ગણવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.

હોકી મેદાન પાછળ આવેલી જગ્યામાંથી જેસીબીની મદદથી માટી એકત્ર કરી ટ્રેક્ટર ભરવામાં આવતું હતું અને ગ્રાઉન્ડમાં નાખવામાં આવતી હતી. દરેક ફેરામાં હું કાર્ડમાં સહી કરતો અને અન્ય કોચ પણ આ જ રીતે સહી કરતા હતા.ગ્રાઉન્ડમાં 663 માટીના ફેરા નાખ્યા હોવાનું બિલ મૂકવામાં આવ્યું છે. નિમાવતે વધુમાં જણાવ્યું છે કે, ગ્રાઉન્ડમાં જો 663 માટીના ફેરા નાખ્યા હોય તો હોકી મેદાનની પાછળ આવેલી જગ્યા પર મોટો ખાડો થઇ ગયો હોય પરંતુ તેવું થયું નથી. માટીના ફેરાનું કામ બે દિવસ ચાલ્યું હતું અને અંદાજિત 200થી 250 ફેરા થયા છે.

જેમાં મારી હાજરીમાં 20થી 25 ફેરા જ થયા છે અને તેની મેં સહી કરી છે. આ માટી કૌભાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મને જ્યારે વિટનેસ તરીકે અથવા નિવેદન આપવા માટે બોલાવશે ત્યારે હું સૌરાષ્ટ્ર યુનિ.માં હાજરી આપવા તૈયાર છું.માટી કૌભાંડમાં મુખ્ય જવાબદારો રજા પર ઉતરી ગયા છે. કુલપતિએ તપાસ સમિતિ નીમી દીધી છે. આ સમયે યુનિવર્સિટીમાં જ કોન્ટ્રાક્ટ આધારીત ફરજ બજાવતા એક પૂર્વ કોચે સત્તાધીશોને પડકાર ફેંક્યો છે અને કૌભાંડ કેવી રીતે થયું અને તેમાં કોણ સામેલ છે તેની વિગતો સાક્ષી તરીકે આપવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...