મન્ડે પોઝિટિવ:રાજકોટની મહિલાઓ ઘરે-ઘરે ફરી વધેલા કાગળ લઈ ગરીબોને નોટબુક-ચોપડા બનાવી આપશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ સાચવણી, જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો પ્રયોગ

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આવતો આર્થિક બોજ ઘટાડી શકાય એ માટે રાજકોટની બહેનોએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. રાજકોટની બહેનો શહેરભરમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી નોટબુક, ચોપડાના વધેલા કાગળો ભેગા કરશે અને તેને બાઈડિંગ કરી નોટબુક બનાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપશે. પર્યાવરણની બચત થાય અને આર્થિક ખેંચને કારણે બાળકોનો અભ્યાસ અટકે નહીં એ માટે આ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા ઓજસ્વિની ફાઉન્ડેશનના હેમલબેન દવેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને સાથી હાથ બઢાના નામ આપવામાં આવ્યું છે. કાગળ, જૂની નોટબુક ભેગી કરવા માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘર તેમજ જાહેર જગ્યા પર બોક્સ મુકવામાં આવશે. જેમાં દરેક લોકો પોતાની પાસે વધેલાં કાગળો મૂકી શકશે.

આ કાગળો ટીમની બહેનો ભેગા કરીને તેને બાઇડિંગ કરાવીને નોટબુક-ચોપડા તૈયાર કરશે. બાળકો અભ્યાસ દરમિયાન કાગળનો વપરાશ કર્યા વગર છોડી દે છે. કાગળ બનાવવા માટે વૃક્ષનો પણ વપરાશ કરવો પડે છે. જો કાગળ બિનજરૂરી વપરાયા વગર રહે તો પર્યાવરણને પણ નુકસાન જાય.

અન્ય સમાચારો પણ છે...