તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ટ્રેનમાંથી મહિલાનું પર્સ ચોરાયું, તસ્કર મુદ્દામાલ સાથે પકડાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પર્સમાં રૂ.2400, નેપાળનું રૂ.1 હજારનું ચલણ હતું

સોમનાથ-ઓખા ટ્રેનમાં ગત તા.6ના મુસાફરી કરી રહેલા એક મહિલાનું રાત્રીના 3 વાગ્યે ટ્રેનમાંથી પર્સ ચોરી થયું હતું. રાજકોટ રેલવે સ્ટેશને પહોંચેલા મહિલાએ રેલવે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચોરી થયેલા પર્સમાં રોકડા રૂ.2400 તેમજ નેપાળનું રૂ.1 હજારનું ચલણ હતું.

ચોરીનો ભેદ ઉકેલવા રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં જંક્શનની ગાયકવાડીમાં રહેતો અને મજૂરી કરતો કરણ દેવકુમાર પાંડે શંકાના દાયરામાં આવ્યો હતો. રેલવે પોલીસે કરણ પાંડેને ઉઠાવી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં તેણે પર્સ ચોરીની કબૂલાત આપી હતી અને પોતાના કબજામાંથી તમામ મુદ્દામાલ કાઢી આપ્યો હતો. વધુ કેટલીક ચોરીના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે કરણ પાંડેને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...