તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીલઝડપનો બનાવ:પર્સ ઝૂંટવાતા મહિલાએ પીછો કર્યો, પાછળ બેઠેલા શખ્સે પાટુ મારી પછાડી દીધા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાધુવાસવાણી કુંજ રોડ પર ચીલઝડપનો બનાવ

શહેરમાં થોડા સમય શાંત રહેલી ચીલઝડપ ટોળકીએ વધુ એક મહિલાને નિશાન બનાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ચાલુ વાહને બે શખ્સે પર્સ ઝૂંટવ્યા બાદ મહિલાએ હિંમતભેર ચીલઝડપ કરી ટુ વ્હિલર પર ભાગી રહેલી બેલડીનો પીછો કર્યો હતો. જ્યારે ચીલઝડપ કરનાર બંને શખ્સના ટુ વ્હિલરની લગોલગ પહોંચતા પાછળ બેઠેલા શખ્સે પાટુ મારી પછાડી દઇ નાસી ગયા હતા. બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી બંને શખ્સને સકંજામાં લીધા છે.

રેલનગર, વીરસાવરકર ટાઉનશિપમાં રહેતી કૃપા પ્રકાશભાઇ ચાવડા નામની પરિણીતા બે દિવસ પહેલા સાંજના સમયે તેનું ટુ વ્હિલર લઇ સાધુવાસવાણી કુંજ મેઇન રોડ પર શાકભાજી લેવા ગઇ હતી. શાકભાજી લઇ પરત ઘર તરફ જઇ રહી હતી. ત્યારે ટુ વ્હિલર પર આવેલા બે શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે કૃપાબેનના ખભા પર ટીંગાડેલું રોકડ, મોબાઇલ મળી 10,400ની મતા ભરેલું પર્સ ઝૂંટવી ભાગ્યા હતા. અચાનક ખભા પરથી પર્સ ઝૂંટવાતા હેબતાઇ ગયેલા કૃપાબેન તુરંત સ્વસ્થ થઇ નાસી રહેલા બંને શખ્સના ટુ વ્હિલર પાછળ પીછો કર્યો હતો.

ચીલઝડપ કરી ભાગી રહેલા શખ્સોના ટુ વ્હિલર સુધી કૃપાબહેન પહોંચી જતા પાછળ બેઠેલા શખ્સે કૃપાબેનના ટુ વ્હિલરને પાટુ મારી પછાડી દઇ નાસી છૂટ્યા હતા. વાહન પરથી પડી જવાને કારણે કૃપાબેનને ઇજા થઇ હતી. બનાવની પતિને જાણ કર્યા બાદ પ્રદ્યુમ્નનગર પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે પીઆઇ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તપાસના અંતે મહિલાનું પર્સ ઝૂંટવી નાસી ગયેલા બંને શખ્સની ભાળ મળી જતા બંનેને સકંજામાં લીધા છે. અને વધુ બનાવને અંજામ આપ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...