ક્રાઇમ:ડ્રગ્સ સાથે પકડાયેલી મહિલાએ દેશી દારૂનું વેચાણ શરૂ કર્યું

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના રૈયાધાર પાસેના સ્લમ ક્વાર્ટરમાં રહેતી અને અગાઉ ડ્રગ્સ તેમજ ગાંજા જેવા નશીલા દ્રવ્યો સાથે પકડાયેલી સુધા સુનિલ ધામેલિયા તેના ક્વાર્ટરમાંથી દેશી દારૂનું વેચાણ કરતી હોવાની યુનિવર્સિટી પોલીસને માહિતી મળતા બુધવારે રાતે તેના ક્વાર્ટરમાં દરોડો પાડતા સુધા અને રામનાથપરાનો બૂટલેગર ઇમરાન ઉર્ફે ગઢવી જાહીદ સમા નામના શખ્સને પકડી પાડ્યા હતા. ઘરની તલાશી લેતા અંદરથી 15 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઇમરાન ઉર્ફે ગઢવીની ધરપકડ કરી હતી. જ્યારે સુધાની ગુરુવારે પોલીસે ધરપકડ કરી છે.

સુધા સામે એનડીપીએસ ઉપરાંત રાયોટિંગ, જુગારના ત્રણ કેસ જ્યારે રામનાથપરાનો ઇમરાન ઉર્ફે ગઢવી પ્રોહિબિશન, અપહરણ, હત્યા મળી કુલ છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સુધા નશીલા દ્રવ્યો સાથે પકડાયા બાદ જામીન પર છૂટી દેશી દારૂનો વેપલો શરૂ કર્યાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...