તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ઘરમાંથી 2.50 લાખની ચોરી કરનાર મહિલાની નજર સામેથી ભાગી ગયો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચંદ્રેશનગર મેઇન રોડ પર કિંગ્સ લેન્ડ પાર્કમાં 29 દિવસ પૂર્વેનો બનાવ

લોકડાઉન દરમિયાન લોકોની અવર જવર પર પ્રતિબંધ લદાયો હતો. ત્યારે ચંદ્રેશનગર મેઇન રોડ પર વહેલી સવારે પાંચ વાગ્યે ચોરીના બનાવને અંજામ આપ્યો છે. ઘરમાંથી અઢી લાખના રોકડની ચોરી કર્યા બાદ તસ્કર મકાનમાલિકની પત્નીની નજર સામેથી ભાગી ગયો હતો. 29 દિવસ પહેલા બનેલા ચોરીના બનાવની કમિશનરને રજૂઆત કરવામાં આવતા પોલીસે અંતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાવ સ્થળ આસપાસ લાગેલા સીસીટીવીમાં એક શખ્સ કેદ થયો છે. ચંદ્રેશનગર મેઇન રોડ, માયાણીનગર પાસે આવેલા કિંગ્સ લેન્ડ પાર્કમાં રહેતા સ્ક્રેપના વેપારી જિતેન્દ્રભાઇ મગનભાઇ સભાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે.

ત્યારે ગત તા.28-11ની વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પત્ની કપડાં ધોઇ ઘરની અંદર પ્રવેશતા એક ટોપી પહેરેલો અને મોઢે રૂમાલ બાંધેલો શખ્સ દોડીને સામેથી પસાર થઇ ઘરની બહાર ભાગી ગયો હતો. વહેલી સવારે અજાણ્યો શખ્સ ઘરની અંદરથી બહાર ભાગતા પત્નીએ પોતાને જગાડ્યો હતો. ઘરમાંથી અજાણ્યો શખ્સ બહાર ભાગ્યાની વાત કરતા અન્ય રૂમમાં તપાસ કરી હતી. જે રૂમના કબાટ વગેરે ખુલ્લો જોવા મળ્યો હતો. કબાટમાં તપાસ કરતા સ્ક્રેપની ખરીદી માટે રાખેલા રોકડા રૂ.2.50 લાખ,પાકીટમાં રાખેલા 20 હજાર મળી કુલ રૂ.2.70 લાખની રોકડ ગાયબ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો