તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીડીંગ થેરાપી:મહિલા સાઇકોલોજિસ્ટે કોવિડ કેર સેન્ટરમાં પુસ્તકોની પરબ બનાવી

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાના દર્દીઓ ઓક્સિજન લેતા- લેતા પુસ્તકો વાચે છે, નિયમિત વાચનથી નકારાત્મકતાને દૂર રાખવામાં મદદ મળતી હોવાનું તારણ

કોવિડ કેર સેન્ટરમાં દર્દી ઝડપથી સાજા થાય અને હકારાત્મક વિચારસરણી તરફ વળે એ માટે મહિલા સાઈકિયાટ્રિકસ અને સોશિયલ વર્કર નિલધારા રાઠોડે એક નવો પ્રયાસ કર્યો છે. જે અંતર્ગત એમણે રાજકોટના કોવિડ કેર સેન્ટરમાં પુસ્તક પરબ શરૂ કર્યું છે. કોરોનાની સારવાર લઈ રહેલા તેમજ ચાલુ ઓક્સિજને દર્દીઓ આ પુસ્તકો વાંચી રહ્યા છે. નિલધારા રાઠોડ જણાવે છે કે પુસ્તક પરબમાં કુલ 600 પુસ્તકો વસાવવામાં આવ્યા છે જેમાં આધ્યાત્મિક, ધાર્મિક, પોઝિટિવ થિંકિંગ, નવલકથા અને વાર્તાઓના પુસ્તકોનો સમાવેશ થાય છે.

નિલધારા રાઠોડ અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષથી વધુ સમય સેવા આપી ચૂકયા છે. અમદાવાદની મેન્ટલ હેલ્થ ફોર સિવિલ (પી.એસ.ડબલ્યુ), અર્પણ નાયક તેમજ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવેલી આ બુક્સ રાજકોટ સિવિલ ખાતે તેમજ સમરસ ખાતે લાવવામાં આવી છે. પુસ્તક પરબ શરૂ કરવાનું પરિણામ એ આવ્યું કે દર્દીઓ તેમનો સમય અન્ય વિચારોમાં પસાર કરતા હતા તેને બદલે હવે પુસ્તકો વાંચીને તેમનું વલણ હકારાત્મક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો