તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારમાં શોક:પાણી કેટલું છે તે જોવા નમતાં જ ટાંકામાં પડી જવાથી મહિલાનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઠારિયા રોડ પરના શિવરંજની પાર્કમાં અકસ્માતે પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું હતું. શિવરંજની પાર્કમાં રહેતા ઇલાબેન અશોકભાઇ દુધાત્રા (ઉ.વ.37) પોતાના ઘરે હતા ત્યારે ઘરમાં આવેલા ભોં ટાંકામાં કેટલું પાણી છે તે જોવા માટે ઇલાબેન ટાંકા પાસે જઇને નમ્યા હતા તે સાથે જ તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને ટાંકામાં પડી ગયા હતા.

ઇલાબેન ટાંકામાં પડ્યાની જાણ થતાં પતિ અશોકભાઇ દોડી ગયા હતા અને તાકીદે તેમને બહાર કાઢ્યા હતા, જોકે ત્યાં સુધીમાં ઇલાબેન પાણી પી ગયા હતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇલાબેનના પતિ અશોકભાઇ ભાણજીભાઇ દુધાત્રા કારખાનામાં મજૂરીકામ કરે છે, અને મહિલાનાં મોતથી તેમના એક પુત્રએ માતાની હૂંફ ગુમાવી હતી. બનાવથી દુધાત્રા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટના અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

બાળકને બચાવવા જતાં માતાને પણ વીજકરંટ લાગ્યો
બાબરાના તાઇવદર ગામે માતા-પુત્રને વીજકરંટ લાગતાં બંનેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 3 વર્ષનો બાળક વીજથાંભલા પાસે હાજતે બેઠો હતો ત્યારે તાણિયામાંથી તેને વીજકરંટ લાગ્યો હતો, તેને બચાવવા જતાં તેની માતા પણ દાઝી હતી. શનિવારે સવારે જુલ્ફીબેને ઘરની બહાર વીજથાંભલા પાસે પુત્ર અસ્પાક (ઉ.વ.3)ને હાજત માટે બેસાડ્યો હતો. માસૂમ અસ્પાકે વીજથાંભલા પાસેના તાણિયાને હાથ લગાવતા જ તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેને બચાવવા જતાં માતાને પણ કરંટ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...