તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:રાજકોટમાં શુક્રવારે સાંજે 32 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની શક્યતા ખુબ જ ઓછી છે, સામે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદ પણ પડી શકે છે. પરંતુ હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન થતા લોકોએ વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન વિભાગે જણાવ્યા મુજબ હાલ બ્રેક મોન્સૂન સિસ્ટમ સક્રિય થઇ છે અને પવન ઝડપ પણ વધી છે.

હાલ જે પવન વહે છે તેને દિશા દક્ષિણ-પશ્ચિમી હોવાના કારણે તે સીધો હિમાલયને સ્પર્શે છે. જેથી વરસાદ માટે જે સિસ્ટમ સક્રિય થવી જોઈએ તે થઇ શકી નથી. ત્યારે આગામી એક સપ્તાહ બાદ ફરી વરસાદ પોતાની મહેર રસાવશે.આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન પણ 2 ડિગ્રી સુધી ઊંચુ આવી શકે છે. રાજકોટ શહેરનું શુક્રવારનું મહતમ તાપમાન સવારના સમયે 36.4 ડિગ્રી અને સાંજના સમયે 27.2 ડિગ્રી નોંધાયું હતું. સાંજના સમયે 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...