• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Wife Stopped The Working Husband From Consuming Alcohol, The Husband Swallowed The Poisonous Medicine During A Fight Between The Two.

રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શ્રમિક પતિએ શરાબનું સેવન કરતા પત્નીએ અટકાવ્યો, બન્ને વચ્ચે ઝઘડો થતા પતિએ ઝેરી દવા ગટગટાવી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના લોધીકામાં કાળુભાઇની વાડીમાં રહી મજૂરી કામ કરતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. યુવાનના કહેવા મુજબ તે લોધીકા રહી ખેત મજૂરી કરે છે. પોતાને દારૂ પીવાની ટેવ હોઇ પત્‍નિએ દારૂ પીવા માટે ના પાડતાં બંને વચ્‍ચે ઝઘડો થતાં પોતે દવા પી ગયો હતો. પોલીસે તેનું નિવેદન નોંધી તજવીજ હાથ ધરી છે.

પુત્રના વિરહમાં માતાએ આત્મહત્યાની કોશિશ કરી
રાજકોટના ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતા મહિલાએ ગઈકાલે રાત્રીના સમયે વાલ્મિકી વાડી આવાસમાં રહેતા બહેનને ત્યાં ગયા હતા ત્યાં તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેઓને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પતિ સફાઈ કામદાર છે. તેઓએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં તેમના 17 વર્ષના પુત્રનું મોબાઈલ લેતી દેતી મામલે ભાવનગર રોડ પર સમાધાન માટે બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી જેમાં વિરહમાં આવી તેને આત્મહત્યાની કોશિશ કરી છે. હાલ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છપનીયા ક્વાર્ટરમાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત ર્ક્યો
રાજકોટ નજીક નવાગામ છપનીયા ક્વાર્ટરમાં રહેતા નીતાબેન ભુપતભાઈ રાઠોડ (ઉ.વ.30)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને તેમના પતિએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાં નીતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નીતાબેનના લગ્નને 11 વર્ષ થયાં છે. તેમનું માવતર જેતપુર આવેલું છે. તેમને સંતાનમાં એક પુત્ર છે અને પતિ ઇમિટેશનનું કામ કરે છે. ગઈકાલે સાંજે પતિ તેમના પુત્રને લઈ દિવેલીયાપરામાં કામ આપવા ગયા બાદ નીતાબેન ઘરે એકલા હતા અને બંને બહારથી પરત આવ્યા ત્યારે બારણું ખોલવા માટે બુમો પાડી હતી પરંતુ અંદરથી કોઈ અવાજ આવતો નહોતો અને થોડીવાર બાદ નીતાબેને બારણું ખોલતા તેમના મોં પર ફીણ જોયા બાદ પતિએ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અગમ્ય કારણોસર પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત ર્ક્યો
અગમ્ય કારણોસર પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત ર્ક્યો

ઇલેકટ્રીક લાઇન રીપેર કરતા લાઇનમેનને કરંટ લાગતા થાંભલા પરથી પટકાયા
રાજકોટ પી.જી.વી.સી.એલમાં કોન્‍ટ્રાક પર લાઇનમેન તરીકે કામ કરતા હરકાંતભાઇ કરશનભાઇ શીંગલ (ઉ.વ.38) ગઇ કાલે રૈયા રોડ પર વૈશાલીનગરમાં વીજ થાંભલા પર ચઢીને ઇલેકટ્રીક લાઇન રીપેર કરતા હતા. ત્‍યારે અચાનક કરંટ લાગતા થાંભલા પરથી પટકાતા તેને ઇજા થઇ હતી. બનાવ બનતા અન્‍ય કર્મચારીઓ તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ હરકાંતભાઇને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જો કે ટૂંકી સારવાર દરમ્‍યાન તેનું મોત નિપજ્‍યુ હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી. ડોડીયા સહીતે સ્‍થળપર પહોંચી કાર્યવાહી કરી હતી.

બાઇક સ્લીપ થતા યુવકનું મોત
શાપર-રાજકોટ હાઇવે ઉપર એસ્‍સાર પેટ્રોલ પંપની સામે ગત તા.4 નવેમ્બર ના રોજ બાઇક નં. જીજે-03-એફએમ-0623 બાઇક સ્લીપ થતા ચાલક નરેન્‍દ્રભાઇ મગનભાઇ કણસાગરા ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયેલ જયાં તેનું ગઇ કાલે સારવાર દરમિયાન મોત નીપજ્‍યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મગનભાઇની ફરીયાદ ઉપરની શાપર-વેરાવળ પોલીસે અકસ્માતે મોત અંગે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.