તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના ડરથી આપઘાત:રાજકોટમાં કોરોના થવાનો ભય લાગતા પરિણીતાનો આપઘાત, બે દિવસથી મહિલાને તાવ આવતો હતો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહિલાએ મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો

રાજકોટમાં કોરોનાના કાળા કહેર વચ્ચે એક તરફ પોતાના સ્વજનને બચાવવા માટે પરિવારજનો રઝળપાટ કરી રહ્યાં છે. તો બીજી તરફ કોરોનાથી ડરીને લોકો સારવાર કરાવવાને બદલે જીવન ટૂંકાવી રહ્યાં છે. હજુ ગઈકાલે શહેરમાં પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પતિએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું ત્યાં આજે ફરી શહેરના મોરબી રોડ પર આવેલ કલ્પતરૂ સોસાયટીમાં રહેતી મહિલાને બે દિવસથી તાવ આવતો હોવાથી કોરોના થયો હોવાનો ભય લાગતા બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે .

મહિલાએ મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો
મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે આવેલી કલ્પતરૂ સોસાયટીમાં રહેતા નિકીતાબેન વિજયભાઇ રાઠોડએ ગઇકાલે પોતાના ઘરે બાથરૂમ સાફ કરવાનું લીકવીડ પી લીધુ હતુ જો કે લાંબા સમય સુધી પુત્રવધુ બહાર ન આવતા સાસુ રૂમમાં જઇ તપાસ કરતા પુત્રવધુ બેભાન હાલતમાં પડેલા જોઇને ચોંકી ગયા હતા અને બુમો પાડવા લાગતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ તેને તાકીદે સારવાર માટે સિનર્જી હોસ્પિટલ બાદ ત્યાંથી ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે મહિલાએ મોડી રાત્રે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણ બી ડીવીઝન પોલીસને થતા પોલીસ મથકનાં એ.એસ.આઇ. કર્મદીપભાઇ વાળા તથા રાઇટર હાર્દિકભાઇ સ્થળ પર પહોંચી મહિલાની પૂછપરછ કરી હતી જેમાં મહિલાએ જણાવ્યું હતું કે પતિ ટ્રકનું બોડીકામ ગેરેજ ધરાવે છે તેને સંતાનમાં એક ૧ર વર્ષનો અને એક ૯ વર્ષનો પુત્ર છે. પોતાને બે દિવસથી તાવ આવતો હોઇ તેથી કોરોના થવાનો ભય લાગતા પોતે આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતુ. જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે મહિલાનું મોત નીપજયુ હતુ. હાલ પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.