અડગતા:રાજકોટમાં મંગળવારે રેડમાં પુરવઠા વિભાગને ડરાવવા હોલસેલરે 3 શ્વાન છૂટ્ટા મુક્યા'તા, છતાં ટીમ ડરી નહીં અને 2.42 લાખ લિટર ગેરકાયદે બાયોડીઝલ પકડ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પુરવઠા વિભાગે મંગળવારે રેડ પાડી હતી. - Divya Bhaskar
પુરવઠા વિભાગે મંગળવારે રેડ પાડી હતી.
  • પુરવઠા વિભાગના ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ કડકાઈ દાખવી સિક્યુરિટીને 3 શ્વાનને બાંધી લેવા કહ્યું હતું

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર નકલી બાયોડીઝલનું વેચાણ અટકાવવા પુરવઠા વિભાગે મંગળવારના રોજ અલગ અલગ આઠ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક હોલસેલરને ત્યાં રેડ માટે પહોંચતા જ પુરવઠા ટીમ સામે એક સાથે ત્રણ પાલતું શ્વાનને છુટ્ટા મૂકી દેવાયા હતા. પરંતુ પુરવઠા વિભાગની ટીમ અડગ રહીને દરોડો પાડ્યો હતો અને ત્રણ જગ્યાએ 2.42 લાખ લિટર ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો પકડી પાડ્યો હતો.

ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ કડકાઈ દાખવી હતી
પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું કે જેવી તે ટીમ ગાડીમાંથી ઉતરી કે તરત જ એક સાથે ત્રણ ડોબરમેન શ્વાન ભોંકતા ભોંકતા તેમના તરફ ધસી આવ્યા હતા. નકલી બાયોડીઝલનો કારોબાર ધરાવતા ધંધાર્થીએ બહારથી આ રીતે કોઈ તપાસમાં આવે તો ડરાવીને ભગાડી મૂકવા જ શ્વાનની ટોળકી રાખી હશે પણ તપાસનીશ અધિકારી અને નવ કર્મચારીઓ અડગ ઊભા રહી જતાં સિક્યુરિટીનો માણસ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ત્યાં દોડી આવ્યો હતો. ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ કડકાઈ દાખવીને તેને આ ત્રણેય શ્વાનને બાંધી આવવા કહી દીધું હતું અને પછી ત્યાંના છ મોટી ટેન્કમાં તપાસ હાથ ધરવામાં આવી તો તેમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો.

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કલેક્ટરે રેડ પડાવી હતી.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કલેક્ટરે રેડ પડાવી હતી.

ત્રણ જગ્યાએ રેડ પાડતા 1.45 કરોડનો જથ્થો પકડાયો હતો
ઉલ્લેખનીય છે કે ખેરડી ગામે પૂર્વેશ પતોડિયના બી.એન. પેટ્રોલિયમ, માલિયાસણ ગામે ભરત રામાણીના મારુતિ પેટ્રોલિયમ અને ધામલપર ગામે દીપેશ મહેતાની બજરંગ ટ્રેડિંગ એ ત્રણ પેઢીમાંથી કુલ 2.42 લાખ લિટર શંકાસ્પદ બાયોડીઝલ પકડાયું હતું. જેની કિંમત રૂપિયા 1.45 કરોડ જેવી થાય છે અને એક જ દિવસે આટલો મોટો જથ્થો પકડાયો હોય તેવો સંભવતઃ રાજ્યમાં આ પ્રથમવાર બન્યું હતું. હાલ નમૂના લઇને લેબ પરીક્ષણ માટે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.
ત્રણ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રની સૌથી મોટી રેડ પાડવામાં આવી હતી
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમો બનાવી દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં ખેરડી ગામમાં બી.એન.પેટ્રોલિયમમાં રેડ કરી 32,000 લીટર બાયોડીઝલ ઝડપી કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજા બે દરોડામાં માલિયાસણ ગામ સ્થિત મારુતિ પેટ્રોલિયમ અને રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત બજરંગ ટ્રેડિંગ ખાતે દરોડા કરી બન્ને જગ્યાથી કુલ 2 લાખ 10 હજાર લિટર બાયોડીઝલ જથ્થો ઝડપી પાડી કુલ 1 કરોડ 26 લાખ મળી એક દિવસમાં કુલ 2 લાખ 42 હજાર લીટર બાયોડિઝલ સાથે કુલ 1 કરોડ 71 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો