• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Weight Of The Student Of Class 5 Is 29 Kg, The Weight Of The School Bag Is 15 Kg, The Weight Of The Student Of Class 8 Is 33 Kg And The Bag Is 19 Kg. 55 Of A 10th Student And 23 Kg Of A Bag!

વિદ્યાર્થીના ખભે 23 કિલો ભાર:ધો.5ના વિદ્યાર્થીનું વજન 29 કિલો, સ્કૂલબેગનું 15, ધો.8ના વિદ્યાર્થીનું 33 અને બેગનું 19 કિલો, ધો. 10ના વિદ્યાર્થીનું 55 અને બેગનું 23 કિલો!

રાજકોટ11 દિવસ પહેલાલેખક: નિહિર પટેલ
  • કૉપી લિંક
ધોરણ-5: વિદ્યાર્થી - 29.4, ધોરણ-8: વિદ્યાર્થી - 33.2 - Divya Bhaskar
ધોરણ-5: વિદ્યાર્થી - 29.4, ધોરણ-8: વિદ્યાર્થી - 33.2
  • ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટની જુદી જુદી સ્કૂલના ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 10ના 100થી વધુ વિદ્યાર્થી અને સ્કૂલબેગનું વજન કરતા બહાર આવ્યો ભણતરનો ભાર
  • વિદ્યાર્થીના વજનના 50% તો સ્કૂલબેગનું વજન :રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની શાળામાં શિક્ષણ વિભાગની સ્કૂલબેગ પોલિસીનું પાલન થતું નથી
  • શિક્ષણ વિભાગની પોલિસી : ધો. 5ના વિદ્યાર્થીના બેગનું વજન 2.5 કિલો, ધો.8નું 4 કિલો સુધી અને ધો.10નું 4.5 કિલો જ હોવું જોઈએ

ભણતરનો ભાર વિદ્યાર્થીઓની સાથે તેમના સ્કૂલબેગ ઉપર પણ વધી રહ્યો છે. ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટની જુદી જુદી સ્કૂલના ધોરણ 5, ધોરણ 8 અને ધોરણ 10ના 100થી વધુ વિદ્યાર્થીઓના સ્કૂલબેગનું અને વિદ્યાર્થીઓનું વજન કર્યું તો તેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યો છે તેનું પોતાનું વજન 29 કિલો છે જ્યારે તેના સ્કૂલબેગનું વજન 15 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું પોતાનું વજન 33 કિલો હતું જ્યારે તેના સ્કૂલબેગનું વજન 19 કિલોગ્રામ હતું.

ધોરણ-10:વિદ્યાર્થી - 55.3સ્કૂલ, બેગ - 23.0
ધોરણ-10:વિદ્યાર્થી - 55.3સ્કૂલ, બેગ - 23.0

જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીનું વજન 55 કિલો અને તેના સ્કૂલબેગનું વજન 23 કિલો હોવાનું સામે આવ્યું છે. 15થી 23 કિલોગ્રામના વજનદાર સ્કૂલબેગ ઉપાડીને વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે અને પરત આવી રહ્યા છે. વિદ્યાર્થીના ખુદના વજનના 50% જેટલું વજન સ્કૂલ બેગનું જ હોવાનું સામે આવ્યું છે જ્યારે બીજી બાજુ શિક્ષણ વિભાગનું સ્કૂલબેગ પોલિસી પ્રમાણે ધો. 5ના વિદ્યાર્થીના બેગનું વજન 2.5 કિલો, ધો.8નું 4 કિલો સુધી અને ધો.10નું 4.5 કિલો જ હોવું જોઈએ તેવું દર્શાવાયું છે પરંતુ રાજકોટ સહિત રાજ્યની મોટાભાગની શાળાઓમાં શિક્ષણ વિભાગની સ્કૂલબેગ પોલિસીનું પાલન થતું નથી.

ધોરણ-5:સ્કૂલ બેગ - 15.2,ધોરણ-8:સ્કૂલ બેગ - 19.1
ધોરણ-5:સ્કૂલ બેગ - 15.2,ધોરણ-8:સ્કૂલ બેગ - 19.1

વિદ્યાર્થીઓ બિનજરૂરી પુસ્તકો-નોટબુક સાથે રાખે એટલે વજન વધે છે
વિદ્યાર્થીઓના બેગમાં દરેક વિષયના પાઠ્ય પુસ્તક, સ્વાધ્યાયપોથી, પાકી બુક, ખાનગી પ્રકાશનની ગાઈડ કે નવનીત, રફબુક, એસાઈન્મેન્ટ બુક સહિતના ચોપડાઓ એકસાથે ભરેલા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના મોટા અને વધુ ખાના વાળા બેગનો પણ ક્રેઝ છે તેથી ખાલી સ્કૂલબેગનું વજન પણ વધુ હોય છે. ટાઈમ ટેબલ સિવાયની અન્ય બિનજરૂરી પુસ્તકો પણ વિદ્યાર્થીઓ બેગમાં જ સાથે રાખતા હોવાથી સ્કૂલબેગનું વજન વધે છે.

શાળાઓમાં ટીમ મોકલીને ચેકિંગ કરાવીશું
જો વિદ્યાર્થીનું વજન 30 કિલો હોય તો સ્કૂલબેગનું વજન 4થી 5 કિલો હોય એવો રેશિયો હોવો જોઈએ. છતાં પણ જો સ્કૂલબેગનું વજન વધારે છે કે કેમ તે તપાસવા ડીઈઓ વિભાગની ટીમ જુદી જુદી શાળાઓમાં મોકલીને ચેક કરાવીશું. અને ટાઈમ ટેબલ પ્રમાણે જ પુસ્તકો લઇ જાય તેવું આયોજન કરીશું. > બી.એસ કૈલા, ડીઈઓ

બાળકોને કમરના દુખાવાના કેસ વધ્યા
જરૂરથી વધારે વજન ખભા ઉપર બાળક ઊંચકે એટલે ડોક અને કમરના બંને મણકા ઉપર વજન આવે એટલે ઘસારાની પ્રક્રિયા ઝડપી થાય. અત્યારે પણ ઘણા બધા નાના બાળકો અમારી પાસે આવે છે જેને કમરના દુખાવા થઇ ગયા છે અગાઉ આવું ન હતું પરંતુ હમણાં આ પ્રકારના કેસ વધ્યા છે.- ડૉ. હિરેન કોઠારી, ઓર્થોપેડિક સર્જન

બાળકને ખભા અને સ્નાયુમાં નુકસાન થઇ શકે
બાળકો આમ તો તેના પોતાના વજન કરતા 50% વજન ઉપાડવા સક્ષમ હોય છે, પરંતુ જો આ લાંબો સમય સુધી કરવાનું થાય તો ખભા અને સ્નાયુને નુકસાન કરી શકે છે. સ્કૂલબસ કે વાનમાં વિદ્યાર્થીઓ જતા હોય તો વધુ સમય બેગ ઊંચકવાનું થાય નહીં, બેગનું વજન 15 કિલો હોવું વધારે કહેવાય. - ડૉ. દીપ રાજાણી, ઓર્થોપેડિક સર્જન

શિક્ષણ મંત્રાલયની સ્કૂલબેગ પોલિસી-2020 મુજબ બેગનું વજન
ક્લાસવિદ્યાર્થીનું વજનસ્કૂલબેગનું વજન
પ્રી-પ્રાઇમરી10-16 kgNo Bag
ધોરણ 116-22 kg1.6 - 2.2 kg
ધોરણ 216-22 kg1.6 - 2.2 kg
ધોરણ 317-25 kg1.7 - 2.5 kg
ધોરણ 417-25 kg1.7 - 2.5 kg
ધોરણ 517-25 kg1.7 - 2.5 kg
ધોરણ 620-30 kg2 - 3 kg
ધોરણ 720-30 kg2 - 3 kg
ધોરણ 825-40 kg2.5 - 4 kg
ધોરણ 925-45 kg2.5 - 4.5 kg
ધોરણ 1025-45 kg2.5 - 4.5 kg
ધોરણ 1135-50 kg3.5 - 5 kg
ધોરણ 1235-50 kg3.5 - 5 kg
અન્ય સમાચારો પણ છે...