મિનારક કમુરતાં પૂર્ણ:આજથી લગ્નસરા સિઝન ખીલશે, સૌથી વધુ મે મહિનામાં છે 14 શ્રેષ્ઠ મુહૂર્ત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉનાળામાં 39 મુહૂર્ત લગ્ન માટે શ્રેષ્ઠ: 3 મેના અખાત્રીજે વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્ન

ચૈત્ર સુદ તેરસને તા.14 એપ્રિલને ગુરુવારે સવારે 8.43 કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે અને મિનારક કમુરતાં પૂરા થશે. આજથી મિનારક કમુરતાં પૂર્ણ થતા લગ્નસરાની સિઝન ખીલશે. મિનારક કમુરતાંને લીધે લગ્ન સહિતના શુભ કાર્યો થઇ શક્યા ન હતા પરંતુ હવે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર લગ્નો થશે. ગયા વર્ષે ઉનાળામાં કોરોનાને લીધે અનેક લોકોએ લગ્ન મોકૂફ રાખ્યા હતા પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં રાહત મળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લગ્નો થશે.

એપ્રિલમાં 14મી તારીખને ગુરુવારથી લગ્નના મુહૂર્તોની શરૂઆત થશે. સૌથી વધુ લગ્નો 24 એપ્રિલ અને 3 મેના અખાત્રીજના વણજોયા મુહૂર્તમાં થશે. શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, ઉનાળામાં 39 જેટલા લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે જેમાં સૌથી વધુ લગ્નો મે મહિનામાં જ થશે. આમ આવતા મહિને લગ્ન સાથે વાસ્તુ, જનોઈ સહિતના અન્ય શુભ કાર્યો પણ કરી શકાશે.

આમ એપ્રિલ મહિનામાં 9 મુહૂર્ત, મે મહિનામાં 14, જૂનમાં 9 અને જુલાઈમાં 7 લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. 9 જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત છે. ત્યારબાદ ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી લગ્નોના મુહૂર્ત નથી. ત્યારપછી દિવાળી બાદ લગ્ન માટેના સારા મુહૂર્તો શરૂ થશે. અગાઉ છેલ્લે 17 ફેબ્રુઆરીના રોજ ગુરુવારે લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત હતું ત્યારપછી હવે બે મહિના બાદ 14 એપ્રિલથી લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત શરૂ થઇ રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં શરણાઈના સૂર ગુંજશે.

મે મહિનામાં સૌથી વધુ 14 મુહૂર્ત લગ્ન માટે શ્રેષ્ઠ છે

માસ

શુભ મુહૂર્તની તારીખ

એપ્રિલ

14, 15, 16, 17, 19, 21, 22, 24, 25

મે

4, 5, 9, 10, 11, 12, 13, 14, 16, 20, 21, 25, 26, 27

જૂન

1, 6, 8, 11, 12, 13, 16, 23, 24

જુલાઈ3, 4, 5, 6, 7, 8, 9

ચાતુર્માસમાં શુભ કાર્યો થઇ શકતા નથી

9 જુલાઈના રોજ લગ્ન માટેનું છેલ્લું મુહૂર્ત છે. ત્યારબાદ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ દરમિયાન પણ લગ્ન સહિતના શુભ કાર્યો કરવામાં આવતા નથી. ચાતુર્માસથી દિવાળી સુધી લગ્ન કાર્યોને બ્રેક લાગશે. ત્યારબાદ નવા વિક્રમ સંવતમાં લગ્ન માટેના મુહૂર્તોમાં માંગલિક કાર્યો કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...