તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:રાજકોટ મનપાના કોરોના વોરિયર દંપતીએ સીમંત પ્રસંગ ઓનલાઇન ઉજવ્યો, શાસ્ત્રીજીએ વીડિયો કોલિંગથી વિધિ કરી

રાજકોટ10 મહિનો પહેલા
ઓનલાઇન સીમંત પ્રસંગ ઉજવવામાં આવ્યો
 • દંપતી મનપાની આરોગ્ય શાખામાં મેડિકલ ઓફિસર તરીકે ફજર બજાવે છે

કોરોના વાઇરસની આ મહામારીમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે. પ્રસંગો પણ હવે ઓનલાઈન થઈ રહ્યા છે. રાજકોટમાં પણ આવું જ કંઈક સામે આવ્યું છે. સીમંતનો પ્રસંગ  ઓનલાઇન ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડો. મિલન પંડ્યા અને તેમના પત્ની માધુરી પંડ્યાએ પોતાના ઘરે આવેલો સીમંતનો પ્રસંગ ઓનલાઈન ઉજવ્યો હતો. બધા સગા સંબંધીઓને વીડિયો કોલ કરી પ્રસંગ ઉજવ્યો હતો.  ખુદ શાસ્ત્રીજીએ પણ વીડિયો કોલિંગથી વિધિ કરી પ્રસંગને ઓનલાઇન બનાવ્યો હતો. 

ડોક્ટર દંપતીએ કહ્યું સીમંતના પ્રસંગને લઇને ઉત્સાહ હતો

રાજકોટ મહાનગરપાલિકાની કોરોના વાઇરસ કોર ટીમના સભ્ય ડોક્ટર મિલન પંડ્યાએ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સગા વ્હાલાઓને તેમના જ ઘરે રહી આ પ્રસંગમાં હાજરી આપવા જણાવ્યું હતું. આ માટે તેમણે ખાસ ઝુમ એપ્લિકેશનની મદદ લીધી હતી અને વીડિયો કોલના મારફતે બધા સગા સંબંધીઓ તેમના ઘરે રહીને આ પ્રસંગમાં હાજરી આપી હતી. ખુદ શાસ્ત્રીજીએ પણ પોતાના ઘરે જ રહીને ઓનલાઇન વિધિ કરાવી હતી. આ ડોક્ટર દંપતીનું કહેવું છે કે તેમને ઘરે આવતા પ્રસંગોને લઈને ખૂબ જ ઉત્સાહ હતો. તમામ લોકોને પોતાના ઘરે આમંત્રિત કરવાનું નક્કી કર્યું હતું. જો કે કોરોના વાઇરસની આ મહામારી વચ્ચે લોકો ભેગા ન થાય એ જ જરૂરી હોય એવા સમયે તેમણે ટેકનોલોજીનો સહારો લઇ આ પ્રસંગ ઉજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો