તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ યાત્રા 15:સ્થાનિક પ્રશ્નોને વાચા આપી શકે તેવા કોર્પોરેટરની વોર્ડને આવશ્યકતા

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષિત અને સમાજમાં પરિવર્તન લાવી શકે તેવા નગરસેવક જોઈએ છે

ભાસ્કરની વોર્ડ યાત્રા આજે 15માં વોર્ડમાં પહોંચી હતી. જ્યાં ખોડિયારનગર, મુકેશપાર્ક, રાધાકૃષ્ણ અને ન્યૂ થોરાળા વિસ્તારના સ્થાનિકોએ જણાવતા કહ્યું હતું કે, આ વોર્ડ અત્યંત પછાત છે, જ્યાં તમામ જરૂરિયાતની સુવિધાઓ મળતી નથી. રહેવાસીઓએ અપેક્ષા દાખવતા કહ્યું હતું કે, જે પણ નગરસેવક આવે તેને વિસ્તારની જરૂરિયાતથી સંપૂર્ણ વાકેફ હોવો જોઈએ. તેઓના જણાવ્યા મુજબ સ્થાનિકો માટે જે સરકારી યોજનાઓ બનાવાઇ છે, જેને લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડાય તે જરૂરી છે. લોકોએ મતદાનને લઇ ઉત્સાહ પણ દેખાડ્યો હતો. ભૂગર્ભ અને બોક્સ ગટરની તકલીફ છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહી છે.

ઘણી સોસાયટીઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
વોર્ડ નં.15માં ઘણી સોસાયટી એવી છે જે, દસ્તાવેજવાળી છે, પણ જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેનાથી વોર્ડ અને વિસ્તાર અત્યંત વંચિત રહ્યા છે. સરકારી શાળા હોય કે, આરોગ્ય સુવિધાઓ હોય તેને ઝડપભેર વિકસિત કરવી જોઈએ. સાફ સફાઈને લઇ જે ટિપરવાન નિયમિત આવી જોઈએ તે પણ આવતી ન હોવાથી ગંદકીનો ગંજ ફેલાઈ રહ્યો છે. જેનાથી લોકોની સુખાકારી પણ જોખમાઈ છે.

ચોમાસામાં ઘણી તકલીફો વેઠવી પડે છે
ભૂગર્ભ ગટર હોય કે બોક્સ ગટર તે વારંવાર ઊભરાતા ઘણી તકલીફો ઊભી થઇ છે, તો ક્યાંક કુબલિયાપરા વિસ્તારમાં ખુલ્લેઆમ માંસ-મટનનું વેચાણ થઇ રહ્યું છે, જ્યાંથી પસાર થવામાં મહિલાઓ અને યુવતીઓને ઘણી આપત્તિ અનુભવાઈ છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તો ઘણી સમસ્યાઓ આપમેળે જ પૂર્ણ થઇ જશે.

આ છે લોકોની અપેક્ષા
તમામ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઈએ.
આજી જીઆઈડીસીમાં બનેલી પોસ્ટ ઓફિસ ફરી શરૂ કરાય.

વોર્ડ નં. 15ના મતદારો
પુરુષ મતદાર 26059
મહિલા મતદાર 22624
થર્ડ જેન્ડર 0
કુલ મતદાર 48683
કુલ બૂથ 45

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો