રાહુલ દ્રવિડનો જબરો ફેન:અંજારના યુવાનના ઘરની દીવાલ ભૂકંપમાં ન પડતા એ જ દીવાલ પર બનાવ્યું ‘ધ વોલ સ્ટેડિયમ’, દાબેલી વેચી કરે છે ઘરનું ગુજરાન

રાજકોટએક મહિનો પહેલા

ભારતમાં બે જ વસ્તુ ચાલે છે ક્રિકેટ અને બોલીવુડ આ બંને ક્ષેત્ર એવા છે કે જેમાં પોતાનું આગવું પ્રદાન કરનાર સેલિબ્રિટીઝ ના હજારો ચાહકો તેમના જેવી જ જીવનશૈલી અપનાવે છે અને તેમનું જ અનુસરણ અને અનુકરણ કરે છે આજે રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 સિરીઝની અંતિમ મેચ દરમ્યાન દિવ્યભાસ્કરને આવા જ એક જબરા ફ્રેન્ડ મળ્યા જેવો ધ વોલ તરીકે જાણીતા રાહુલના જબરા ફેન છે. દાબેલી વેચી તેઓ ઘરનું ગુજરાન ચલાવે છે. ઘર પણ સિમિત ક્ષેત્રફળમાં પથરાયેલું છે છતાં પોતાના ઘરના એક નાનકડા રૂમને તેમણે 'ધ વોલ સ્ટેડિયમ' નામ આપ્યું છે અને તેને રાહુલ દ્રવિડને સમર્પિત કર્યું છે. આ અંગે તેમણે દિવ્યભાસ્કર સાથે વિગતે વાત કરી હતી અને પોતાના સંત સ્મરણો વાગોળ્યા હતા

દ્રવિડના બર્થડેની યાદમાં ઘરમાં ધ વોલ સ્ટેડિયમ બનાવ્યું
કચ્છના અંજાર તાલુકાના બોરસર ગામમાં રહેતા અને દાબેલી વેચતા પ્રવીણ કાપડીએ જણાવ્યું હતું કે, રાહુલ દ્રવિડનો હું ફેન છું, રાહુલ દ્રવિડનો 50મો જન્મદિવસ આવી રહ્યો છે તેની યાદમાં મેં મારા ઘરમાં જ ધ વોલ સ્ટેડિયમ બનાવ્યું છે. તેનું કારણ છે, કચ્છમાં જ્યારે ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યારે અમારા ગામમાં ઘણું બધુ નુકસાન થયું હતું અને મકાનો ધરાશાયી થઈ ગયા હતા. પરંતુ અમારા ઘરની દીવાલ બહુ જ મજબૂત હોવાથી પડી નહોતી. પછી મને વિચાર આવ્યો કે, હું મારા ઘરની દીવાલમાં જ ધ વોલ સ્ટેડિયમ બનાવું.

નાનકડા રૂમને તેમણે 'ધ વોલ સ્ટેડિયમ' નામ આપ્યું
નાનકડા રૂમને તેમણે 'ધ વોલ સ્ટેડિયમ' નામ આપ્યું

2009માં પ્રથમવાર દ્રવિડને મળ્યો
પ્રવીણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતની મોટી મુશ્કેલીમાં હોય ત્યારે રાહુલ દ્રવિડ દીવાલની જેમ ઉભા રહે છે એટલા માટે જ મેં મારા ઘરમાં દીવાલ પર ધ વોલ સ્ટેડિયમ બનાવ્યું છે. પ્રવીણ કાપડી 1990થી ક્રિકેટનો શોખ ધરાવે છે. 2009માં પ્રથમ વખત દ્રવિડને રાજકોટના રેસકોર્સ મેદાનમાં મળ્યો હતો. 11 જાન્યુઆરીએ દ્રવિડનો જન્મદિવસ છે ત્યારે તે પોતાના ઘરે જ ઉજવણી કરશે. દ્રવિડના ટેસ્ટ, વન્ડે અને T-20 મેચનો સ્કોર પ્રવીણે પોતાના ઘરમાં લખ્યા છે.

T-20 મેચનો સ્કોર પ્રવીણે પોતાના ઘરમાં લખ્યા
T-20 મેચનો સ્કોર પ્રવીણે પોતાના ઘરમાં લખ્યા

રાજકોટમાં છેલ્લા 6 વર્ષથી હાર્યું નથી ભારત
ભારત અને શ્રીલંકા T-20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ છે.અત્યારે સિરીઝ 1-1ની બરાબરી પર છે.ટીમ ઈન્ડિયાએ ભલે છેલ્લી મેચ હારી ગઈ હોઈ, પરંતુ રાજકોટનું ગ્રાઉન્ડ ટીમ માટે શુકનિયાળ છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાનમાં છેલ્લા 6 વર્ષથી હારી નથી. અહીં ટીમે કુલ 4 T20 મેચ રમી છે, જેમાંથી ત્રણ મેચમાં જીત અને એક મેચમાં હાર મળી છે. ટીમ ઈન્ડિયા અહીં છેલ્લે 2017માં ન્યૂઝીલેન્ડ સામે 40 રનથી હારી હતી.આ મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલીવાર T-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે.

પ્રવીણ કાપડી 1990થી ક્રિકેટનો શોખ ધરાવે છે
પ્રવીણ કાપડી 1990થી ક્રિકેટનો શોખ ધરાવે છે

રાજકોટમાં મેચ રોમાંચક રહેશે
SCA સ્ટેડિયમના પ્રમુખ જયદેવ શાહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આ વખતે સરસ આયોજન રાખ્યું છે કે લોકો સેફલી આવીને જઈ શકે છે.મેચમાં સરસમાં સરસ ડીજે છે. બીજું અહીંનું વાતાવરણ પણ સારું છે. પ્રથમ વખત રાજકોટમાં T-20 મેચની ફાઈનલ મેચ છે તો એ યાદગાર બનશે, કારણ કે અહીંથી આપણે વિજેતા ટીમને કપ આપીશું. આપણા સ્ટેડિયમની પિચ T-20 માટેની છે, રનનો ખૂબ જ વરસાદ થશે. રાજકોટમાં મેચ રોમાંચક રહેશે અને આશા છે કે ભારત જ જીતે.

ડિયમની પિચ T-20 માટેની છે
ડિયમની પિચ T-20 માટેની છે

2013માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું
SCA સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000થી વધુની સીટિંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેન્ટેટર પણ આ અંડાકાર પેવેલિયન બોક્સમાં બેસે છે. સંપૂર્ણ સ્ટેડિયમ રૂફટોપથી કવર કરવામાં આવ્યું છે.

મીડિયા બોક્સ લોર્ડ્સ સ્ટેડિયમ જેવું જ
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજવામાં આવતાં ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SCA સ્ટેડિયમની ક્ષમતા મુજબ, 25,000થી વધુ પ્રેક્ષકો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવવામાં આવેલું મીડિયા બોક્સ લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની અંદર રહેલા મીડિયા બોક્સ જેવું જ છે.

ટીમમાં રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નહિ
ટીમમાં રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નહિ

રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે
રાજકોટમાં જ્યારે પણ મેચ રમાતી હોય ત્યારે અહીંના લોકો રવીન્દ્ર જાડેજાની રમત જોવા માટે આતૂર જ જણાતા હોય છે. જો કે રાજકોટના એસસીએ સ્ટેડિયમ ઉપર ભારતે રમેલી ચાર ટી-20 મેચમાંથી લોકલ બોય રવીન્દ્ર જાડેજા માત્ર એક જ ટી-20 મુકાબલો રમ્યો છે. રવીન્દ્ર જાડેજા રાજકોટના સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં રમ્યો હતો. જેમાં તેણે ચાર ઓવરમાં માત્ર 23 રન આપી એક વિકેટ મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયા અહીં ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને આફ્રિકા સામે રમી હતી જે ટીમમાં રવીન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને આજની શ્રીલંકા સામે ટી-20 મેચમાં પણ રવીન્દ્ર જાડેજા ન હોવાથી ચાહકો તેને જરૂર મીસ કરશે​​​​

અન્ય સમાચારો પણ છે...