• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Villagers Who Were Engrossed In The Victory Celebration Are Openly Inviting Corona Forgetting The Guidelines, Even Though Corona Has Reached The Village, People Are Unconcerned.

ગામડામાં ત્રીજી લહેર આવશે:જીતના જશ્નમાં મગ્ન બનેલા ગ્રામવાસીઓ ગાઇડલાઇન્સને ભૂલી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે, કોરોના ગામડે પહોંચ્યો છે છતાં લોકો બેફિકર

રાજકોટએક મહિનો પહેલા
ગામડા માટે ખતરાની ઘંટડી સમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા
  • રાજકોટ જિલ્લામાં નવ દિવસમાં કોરોનના 12 કેસ, એકનું મોત થઈ ગયું.
  • ગ્રામ પંચાયતની મતગણતરી કેન્દ્ર બહાર ગામડાના લોકોએ ભીડ ભેગી કરી નીતિ નિયમોને નેવે મૂક્યા

રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મત ગણતરી ચાલી રહી છે ત્યારે રાજકોટ અને ગોંડલમાં મત ગણતરી દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. મતગણતરી કેન્દ્રની બહાર ગામે ગામથી લોકો આવ્યા અને મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. અને તેમના વિજેતા ઉમેદવારને વધાવવામાં જીતના જશ્નમાં મગ્ન બનેલા ગ્રામવાસીઓ ગાઇડલાઇન્સને ભૂલી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી. આગામી દિવસોમાં ગામડામાં કોરોના ફેલાય તો નવાઈ નહી ગામડા માટે ખતરાની ઘંટડી સમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા

મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી
મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી

દૈનિક એક કેસ ગામડામાં આવે છે
રાજકોટ જિલ્લામાં નવ દિવસમાં કોરોનાના 12 કેસ, એકનું મોત થઈ ગયું છે. કોરોનાની પ્રથમ લહેર વખતે અનેક ગામડાઓ બચ્યા હતા ધીમે ધીમે અંતે ગામડામાં પણ કોરોના પગપેસારો કરી દીધો હતો વર્તમાન સમયે રાજકોટમાં સરેરાશ દરરોજ એક કેસ ગામડામાં આવે છે ત્યારે આજ રાજકોટ તાલુકાનાં અનેક ગામ અને જિલ્લાના અનેક ગામમાંથી પણ સરપંચની મતગણતરીમાં અનેક લોકો હાજર રહ્યા છે એવી ભીડ જામી છે કે કોરોનાના તમામ નીતિ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે.

ગામડામાં કોરોના ફેલાય તો નવાઈ નહી
ગામડામાં કોરોના ફેલાય તો નવાઈ નહી

વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું
રાજકોટ તાલુકાના ત્રંબા ગામે તો ઓમી ક્રોન વાઇરસનો એક કેસ પણ આવી ગયો છે છતાં મતગણતરીમાં ભારે ભીડ જામી હતી..આ પહેલા પણ વિધાનસભા વખતે મતગતરી માં જ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો.આજે ફરી ગામડાની મત ગણતરીમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે ગામડામાં વધુ સંક્રમણ ન ફેલાઇ તે જોવું રહ્યું.

ગામડા માટે ખતરાની ઘંટડી સમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા
ગામડા માટે ખતરાની ઘંટડી સમાં દ્રશ્યો કેમેરામાં કેદ થયા