તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાપરા ગામ કોરોનામુક્ત:ગામમાં ઠંડું પાણી અને ઠંડી વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેરિયાઓ માટે પ્રતિબંધ, વેપાર કરવા 5 હજાર ડિપોઝિટ આપવી પડશે : સરપંચ

કોરોનામુક્ત થનારા ગામોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, ઘણા ગામોમાં નવતર પ્રયોગો પણ હાથ ધરવામાં આવે છે. અને સામે લોકોનો પણ સહકાર ખૂબજ વધુ છે. આ તકે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના છાપરા ગામ સંપૂર્ણ કોરોનામુક્ત બન્યું છે. ગામના સરપંચે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રથમ લહેરમાં માત્ર 3 કેસ આવ્યા હતા, અને એક સામે એક પણ મોત નીપજ્યું ન હતું, જ્યારે બીજી લહેરમાં 5 કેસની સામે 2 લોકોનાં મોત નીપજ્યા હતા. વધુમાં સરપંચે કહ્યું હતું કે, ગામમાં 1700ની વસ્તી છે, પરંતુ ગામ સમરસતા ખૂબજ વધુ છે. સામે ગામના બે વેપારીઓએ લોકોની સુખાકારી જળવાઈ તે માટે ફંડ પણ આપવામાં આવ્યું હતું. સામે લોકોની જાગૃતતાના પગલે ગામમાં 100 ટકા રસીકરણ શક્ય બન્યું છે.

બીજી તરફ લોકડાઉન અત્યંત કારગત નીવડતા કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું. આ મુદ્દાને ધ્યાને લઇ ગામમાં બહારથી આવતા ફેરિયાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને જો કોઈ ફેરિયો ગામમાં વેપાર કરવા માગતા હોય તો તેને 5 હજાર રૂપિયા સૌ પ્રથમ જમા કરવાના રહેશે. તો બીજી તરફ ગામમાં અનેક જરૂરિયાતની દુકાનો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી અને આ અંગે તમામ વેપારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. અને તે સર્વેને તાકીદ કરાઈ છે કે, કોઈ પણ ભોગે લોકોને ઠંડું પાણી કે ઠંડુપીણું આપી શકાશે નહિ, જો કોઈ વેપારી ઉલંઘન કરશે તો તેઓને 11 હજારનો દંડ પણ ફટકારાશે. આ મુદ્દાને ગંભીરતાથી લઇ એક પણ વેપારી દ્વારા નિયમોનો ઉલાળિયો કર્યો ન હતો. આજની સ્થિતિ એ પણ ગામમાં હજુ પણ લોકોને ઠંડું પાણી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહિ જે કોઈ ગામના લોકોને ફ્રૂટ જોઈતું હોય તો તેની વ્યવસ્થા પણ વાડીમાં કરવામાં આવી હતી, જ્યારે ગામમાં કોઈ એક વ્યક્તિ તમામ માટે શાકભાજી લઇ આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...