તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમાં બબાલ:રાજકોટમાં પોલીસ કમિશ્નર કચેરી પાસે જ મારા-મારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં બે યુવાનો સામ સામે આવી ગયાં
  • બે યુવાનો વચ્ચે રૂપિયાની લેવડ દેવડ મામલે મારા મારી થઈ હોવાનું સામે આવ્યું
  • આ ઘટનામાં હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર મારા-મારીની ઘટના સામે આવી છે. શહેર પોલીસ કમિશ્નર કચેરી સામે આવેલ પાનની દુકાન પાસે ઉભેલા બે યુવાનોને ઉગ્ર બોલાચાલી થતા એક બીજાએ સામ સામે હાથપાયી કરી હતી. જે ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ થઈ નથી.

રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઈ હોવાની ચર્ચા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર શહેર પોલીસ કમિશ્નર કચેરી સામે રેસકોર્સ બગીચાની બાજુમાં આવેલ પાનની દુકાન નજીક બે-ચાર યુવાનો ઉભા હતા જેમાં બે યુવાનો વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને સામ સામે એક બીજાને ગાળો આપી એક બીજાને માર મારવા લાગ્યા હતા. જેમાં મિત તન્ના અને એહમદ નામના બે યુવાનો વચ્ચે રૂપિયાની લેતી દેતી મામલે બબાલ થઇ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

બીજી ઘટનામાં છરી સાથે મહિલાની ધરપકડ થઈ
શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક રાત્રી કર્ફ્યૂ દરમિયાન મોબાઈલમાં તું મને કેમ બદનામ કરે છે કહીને રાધિકા હર્ષદભાઈ ધામેચાને રિધ્ધિ દીલીપભાઈ વૈષ્ણવ સાથે ઝઘડો થતાં ખુલ્લી છરી લઈ તેની સાથે દર્શના મુકેશભાઈ મકવાણા, જાનવી અજયભાઈ મકવાણા, અવની દેવાયતભાઈ હડીયા, જાનવી સહિતનાએ ધસી આવી જાહેરમાં મારામારી કરતા માલવિયાનગર પોલીસે તત્કાલ છ એ મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.