તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:હોસ્પિટલમાં દાખલ થયેલી ત્યક્તા ગર્ભવતી હોવાનું ખુલ્યું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુવાડવા તાબેના મેસવાડા ગામની 30 વર્ષની મહિલા બીમાર પડતા તેના પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. દરમિયાન મહિલાની બીમારીનું નિદાન કરવા હોસ્પિટલમાં ફરજ પરના સ્ટાફે તબીબી પરીક્ષણ કર્યું હતું. જે પરીક્ષણમાં મહિલા ગર્ભવતી હોવાનું અને પાંચમો મહિનો ચાલતો હોવાનું ખુલ્યું હતું. જેથી મહિલાને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. સારવારમાં આવતા સમયે મહિલા અપરિણીત હોવાનું જણાવ્યું હોય બનાવ દુષ્કર્મ થયું હોવાની શંકાએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એમ.સી.વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...