આશ્વાસન:કમિશન પ્રથા હટાવી પગાર શરૂ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઈ વીસીઈ મંડળ CMને મળ્યું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CMએ યોગ્ય નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું

વિલેજ કોમ્પ્યુટર સાહસિકો (વીસીઈ)ના આગેવાનો કમિશન પ્રથા હટાવી પગાર શરૂ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઈ રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા. ભૂપેન્દ્ર પટેલે આગામી દિવસોમાં પડતર પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.વર્ષ 2006થી વીસીઈ દ્વારા ગ્રામપંચાયતની તમામ પ્રકારની ડિજિટલ કામગીરી કમિશનથી કરવામાં આવે છે. જેના બદલામાં આજની મોંઘવારી સામે કોઈ વળતર મળતું નથી. તેમજ સરકાર દ્વારા જન્મમરણના દાખલા માટે રૂપિયા અપાય છે તે પણ છેલ્લા એક વર્ષથી મળ્યા નથી.

વર્ષ 2016થી સરકારમાં સતત રજૂઆત વીસીઈ મંડળ દ્વારા કરી કમિશન પ્રથા બંધ કરી પગાર શરૂ કરવામાં આવે તેમજ વર્ષ 2015થી સરકાર સમક્ષ પડતર પ્રશ્ન જેવાકે કાયમી કરવા, વર્ગ-3નો દરજ્જો આપવો જેવા અનેક પડતર પ્રશ્નો છે. રાજ્યના વીસીઇ મંડલના મંત્રી ગોરધન પલાળિયા એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વીસીઈ ભાઈઓને પગાર આપવાનું કહેલું હતુ. જેની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી. મુખ્યમંત્રીએ પડતર માગણીનું યોગ્ય નિરાકરણ લાવવા માટે હકારાત્મક વલણ દેખાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...