તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:યુનિવર્સિટી ભવનોની ઉપલબ્ધિ દર્શાવતી ડોક્યુમેન્ટરી બનાવશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભવનોના વડાઓને નેક માટે 2 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવા આદેશ કરાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંભવત આગામી એપ્રિલ માસમાં નેકની ટીમ ઇન્સ્પેકશન માટે આવી રહી છે ત્યારે યુનિવર્સિટીના તમામ સત્તાધીશો અને જુદા જુદા ભવનના વડાઓ સહિત ટીચિંગ-નોન ટીચિંગના સ્ટાફ નેકની તૈયારીમાં લાગી ગયા છે. સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ. નીતિન પેથાણીની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના તમામ ભવનના વડાઓની બેઠક મળી હતી જેમાં નેકની તૈયારીના ભાગરૂપે દરેક ભવનના વડાને પોતાના ભવનની ઉપલબ્ધી દર્શાવતી 120 સેકન્ડની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા જણાવ્યું હતું.

નેકની તૈયારીના ભાગ રૂપે દરેક ભવનની ઉપલબ્ધી, ભવનના વડાનું મંતવ્ય, વિદ્યાર્થીઓના મંતવ્ય, કુલપતિ, ઉપકુલપતિ, રજીસ્ટ્રારના મંતવ્યો સાથેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા જણાવાયું છે પરંતુ દરેક ભવનના વડા માત્ર 120 સેકન્ડમાં ભવનની ઉપલબ્ધી કેવી રીતે દર્શાવવી તે મુંજવણ અનુભવી રહ્યા છે. કારણ કે દરેક ભવનની માત્ર પ્રસ્તાવના દર્શાવવામાં જ 120 સેકન્ડ પૂરી થઇ જાય તો ભવનના વડા અને વિદ્યાર્થીઓના શિક્ષણને લઈને અનુભવ કેવી રીતે સમાવવા તેવા પ્રશ્નો થઇ રહ્યા છે.

જો કે આ મામલે હજુ આખરી નિર્ણય લેવાયો નથી પરંતુ અઢીથી ત્રણ મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવે તો સારી રીતે બની શકવાનો સૂર ભવનના વડાઓમાં ઉઠ્યો છે. આ મામલે યુનિવર્સિટીના સત્તાધીશો આગામી દિવસોમાં નિર્ણય કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો