તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સક્લૂઝિવ:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યુનિવર્સિટી ઓનલાઈન ચેનલ શરૂ કરશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • CCDC હવે યૂ-ટ્યૂબના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘેરબેઠા તાલીમ આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટરે એક યૂ-ટ્યૂબ ચેનલ શરૂ કરશેે, જેમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની ટ્રેનિંગનો વિનામૂલ્યે લાભ લઇ શકશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઈન ચેનલ શરૂ કરનારી અને નિ:શુલ્ક શિક્ષણ આપનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની પહેલી યુનિવર્સિટી બની છે.

આ ચેનલમાં જૂના વીડિયો નહીં પરંતુ દરરોજ જુદા જુદા વિષયના એક્સપર્ટના લેક્ચર ગોઠવાશે અને દિવસમાં બે વખત પ્રસારણ કરાશે. જેમાં કોઈપણ પ્રકારની ફી ભર્યા વિના વિદ્યાર્થીને લેટેસ્ટ માર્ગદર્શન મળશે.

CCDCમાં વર્ષે 25 હજાર વિદ્યાર્થી ભણતા, હવે લાખો વિદ્યાર્થીને લાભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટરમાં દર વર્ષે 25 હજાર વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા, પરંતુ હવે રાજકોટના તેમજ રાજ્યના લાખો વિદ્યાર્થી ઘેરબેઠા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમનો લાભ લઇ શકશે. અત્યાર સુધી યુનિવર્સિટીમાં કે હોસ્ટેલના જ વિદ્યાર્થી રાહત ફીથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ હવે ગામડે બેઠેલો વિદ્યાર્થી કે અન્ય કોઈપણ વિદ્યાર્થી આ ચેનલમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકશે.

સવારના લાઈવ લેક્ચર્સનું સાંજે પુનઃ પ્રસારણ કરાશે
દરરોજ જુદા જુદા એક્સપર્ટ સિલેબસ મુજબ લેક્ચર લેશે. સવારે 11થી 1 કલાક દરમિયાન જે એક્સપર્ટનું લાઈવ લેક્ચર હશે તે જ લેક્ચરનું સાંજે 5થી 7 દરમિયાન પુનઃપ્રસારણ પણ કરાશે જેથી સવારે કોઈ વિદ્યાર્થી ન જોડાઈ શક્યો તો તે પુનઃ પ્રસારણમાં કવર કરી શકશે. સેશન દરમિયાન કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન હશે તો તે એક્સપર્ટને પૂછી શકશે.

સ્પર્ધાત્મક પરીક્ષાના સિલેબસ મુજબના વ્યાખ્યાન ગોઠવાશે
સીસીડીસી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સિલેબસ મુજબના વ્યાખ્યાન ગોઠવાશે અને જે-તે વિષયના એક્સપર્ટ પણ કેવી રીતે તૈયારી કરવી તેનું સચોટ માર્ગદર્શન આપશે. કુલપતિ, ઉપકુલપતિ, સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણીના અભિગમથી આ શક્ય થયું છે. > પ્રો. નિકેશ શાહ, કો-ઓર્ડિનેટર, સીસીડીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો