વિવાદ:યુનિવર્સિટીએ જુનિયર ઈજનેરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દીધા!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બિનઅનુભવીની નિમણૂક સામે કુલપતિને ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાંધકામ વિભાગમાં જુનિયર ઈજનેરની સમિતિના નિષ્ણાત તરીકે નિમણૂક કરતા આ અંગે ડીન ડૉ. નિદત્ત બારોટે કુલપતિને ફરિયાદ કરી આ નિમણૂક રદ કરી કોઈ બાંધકામ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતી વ્યક્તિને પસંદ કરવા માગણી કરી છે. કુલપતિને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે, વર્ષ 2021-24 ની બાંધકામ સમિતિમાં બાંધકામના નિષ્ણાત તરીકે આશિષ ઉપાધ્યાયની નિયુક્તિ કરી છે.

બાંધકામ ક્ષેત્રનો પ્રમાણમાં સારો અનુભવ હોય, જેમની દેખરેખ હેઠળ કેટલાક પ્રોજેક્ટ પૂરા થયા હોય, યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વિશિષ્ટ પ્રદાન કરી શકે તેમ હોય તેવી વ્યક્તિને વિષય નિષ્ણાત તરીકે બાંધકામ સમિતિમાં નીમવી જોઈએ.

જુનિયર એન્જિનિયર તરીકે આશિષ ઉપાધ્યાય મેઝરમેન્ટ બુકની ચકાસણી કરશે અને થયેલ બાંધકામનું બિલ મંજૂર કરવા નોંધ કરશે, ડેપ્યુટી એન્જિનિયર તરીકે આ જ આશિષ ઉપાધ્યાય પોતે મૂકેલી નોંધને મંજૂર કરશે અને બાંધકામ સમિતિની નીતિ વિષયક બાબતો નક્કી કરતી સમિતિમાં સભ્ય તરીકે ઉપસ્થિત રહી પોતે મૂકેલી નોંધ અને પોતે મંજૂર કરેલી નોંધ બાંધકામ સમિતિમાં સભ્ય તરીકે મંજૂર કરાવશે અને ત્યારબાદ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા માટેનો આદેશ પણ પોતે જ કરશે. આવો હાસ્યાસ્પદ નિર્ણય કરી શકાય નહિ. જો આશિષ ઉપાધ્યાય વિષય નિષ્ણાત તરીકે ચાલુ રહે તો તેમની પાસેથી ડેપ્યુટી અને જુનિયર એન્જિનિયરની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...