તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે અધ્યાપક મંડળની કુલપતિ સાથે મહત્ત્વની મિટિંગ મળી હતી જેમાં અધ્યાપકોને લગતા જુદા જુદા પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌથી મહત્ત્વનો મુદ્દો અધ્યાપકોને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા માટે યુનિવર્સિટી માત્ર 1 GB જ ઈન્ટરનેટ આપતું હોવાનો રહ્યો હતો જેમાં ઘણી વખત અડધો લેક્ચર પૂરો થાય ત્યાં ઈન્ટરનેટ પૂરું થઇ જવાને કારણે લેક્ચર પણ પૂરો કરી દેવો પડતો હતો જેમાં કુલપતિએ દરેક ભવનમાં હવે અનલિમિટેડ ઈન્ટરનેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સીએએસના પ્રશ્નો, સળંગ નોકરી ગણવા માટેના પરિપત્રો, વેબકેમેરા સહિતના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને કુલપતિએ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. કુલપતિએ જણાવ્યું હતું કે, મશીનમાં ખરાબીને કારણે જે અધ્યાપકની હાજરી નહીં પૂરાઈ શકી હોય તેમની હાજરી ભવનના વડા મંજૂર કરી શકશે.
ભવનના હેડની ચેમ્બરમાંથી CCTVનું મોનિટરિંગ હટાવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક ભવનના હેડની ચેમ્બરમાં જ આખા ભવનમાં લગાવેલા સીસીટીવીનું મોનિટરિંગ લગાવેલું છે, પરંતુ આખા ભવનની ગતિવિધિઓ માત્ર ભવનના હેડ જ નિહાળી શકે તેવી વ્યવસ્થાને બદલે હવે કોઈપણ વ્યક્તિ જોઈ શકે અને પારદર્શિતા રહે તે માટે યુનિવર્સિટીના તમામ ભવનના સીસીટીવીનું મોનિટરિંગ એક જ જગ્યાએ શિફ્ટ કરવા કવાયત હાથ ધરી છે.
મહિલા અધ્યાપકોની અસહમતી છતાં ચેમ્બરમાં CCTV ફિટ કરાયા
જે મહિલા અધ્યાપકની સહમતી હોય તેની જ ચેમ્બરમાં અથવા જે ભવનમાં હેડ મહિલા હોય તેના જ ભવન કે ચેમ્બરમાં સીસીટીવી ફિટ કરવા જણાવાયું હતું, પરંતુ અસહમતી છતાં સીસીટીવી ફિટ કરાતા કચવાટ ફેલાયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.