નિર્ણય:યુનિવર્સિટીએ 72 સરકારી-ગ્રાન્ટેડ કોલેજને 10% બેઠક વધારવાની છૂટ આપી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કોલેજોમાં પ્રવેશ પૂરા થઇ જતા અનેક વિદ્યાર્થીઓએ નાછૂટકે ખાનગી કોલેજોમાં પ્રવેશ લઇ લીધો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોડે મોડે સૌરાષ્ટ્રની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોને 10 ટકા બેઠકો વધારવાની છૂટ આપી છે. જોકે અત્યાર સુધીમાં ધો.12માં માસ પ્રમોશન મેળવનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશન ફુલ થઇ જતા ઊંચી ફી ભરીને ખાનગી કોલેજોમાં પ્રવેશ લઇ લીધો છે ત્યારબાદ યુનિ.એ તમામ કોલેજોને બેઠકો વધારવા છૂટ અપાતા વિદ્યાર્થીઓ, વાલીઓમાં કચવાટ ફેલાયો છે.

બુધવારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બેઠકો વધારવા નિર્ણય લેવાયો હતો જેમાં સૌરાષ્ટ્રની 22 સરકારી કોલેજ અને 50 જેટલી અનુદાનિત કોલેજ તેમજ બાકીની ખાનગી કોલેજના ઈડબ્લ્યુએસના 10 ટકા અને 10 સીટ વધારાની ફાળવાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પૂરા થઇ ગયા છે, મોટાભાગના વિદ્યાર્થીઓએ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ નહીં મળવાને કારણે ખાનગી કોલેજોમાં ઊંચી ફી ભરીને પ્રવેશ લીધો છે. જોકે ધો.12નું પરિણામ જાહેર થયાને એક માસ કરતા પણ વધુ સમય થઇ ગયા બાદ યુનિવર્સિટીએ મોડે મોડે સીટો વધારવા નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...