ક્રાઇમ:જંક્શન પોલીસ ચોકીની બાજુમાં જ સરાજાહેર હત્યા કરનાર કાકા-ભત્રીજો પરિવારને લઇને નાસી ગયા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીના ભત્રીજા વહુની મુખ્ય સૂત્રધારે અગાઉ છેડતી કરી હતી તે મામલે તકરાર ચાલતી’તી

જંકશન મેઇન રોડ પર પોલીસ ચોકીની બાજુમાં જ મંગળવારે સાંજે 5 વાગ્યે તાળા ચાવીના વેપારીની તેના કૌટુંબિક ભાઇ સહિત બે શખ્સોએ છરીના 10 ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી હતી. પોલીસ ચોકીની બાજુમાં જ સરાજાહેર હત્યા કરનાર હત્યારાઓ સ્કૂટર પર ત્યાંથી નીકળી ગયા હતા એટલું જ નહીં બંને હત્યારાઓ તેના પરિવાર સાથે રવાના થઇ ગયા છતાં પોલીસને તેની ભનક લાગી નહોતી.

ઘંટેશ્વર 25 વારિયા ક્વાટર્સમાં રહેતા અને જંકશન પોલીસ ચોકીની બાજુમાં જ વાહેગુરૂ નામે તાળા ચાવીની દુકાન ધરાવતાં સત્યસિંઘ રઘુનાથસિંઘ રાજુની (ઉ.વ.35) મંગળવારે સાંજે 5 વાગ્યે પોતાની દુકાને હતા ત્યારે તેનો કૌટુંબિક ભાઇ ફરજસિંઘ અને તેનો ભત્રીજો તરજીતસિંઘ એક્ટિવા પર ધસી આવ્યા હતા.

દુકાનમાં બેસી સત્યસિંઘ મોબાઇલમાં ગેઇમ રમતા હતા ત્યારે બંને શખ્સો દુકાનમાં ઘૂસી ગયા હતા અને સત્યસિંઘને છરીના 10 ઘા ઝીંકી દઇ તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યારાઓ સ્થળ પરથી સ્કૂટરમાં ત્યાંથી જતા રહ્યા હતા એટલું જ નહીં બંને આરોપી તેના પરિવારને લઇને શહેર છોડી ગયા હતા છતાં પોલીસને કોઇ માહિતી મળી ન હતા.

અન્ય સમાચારો પણ છે...