તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ:દમણથી દારૂ ભરેલી ટ્રક પાઇલટિંગ સાથે રાજકોટમાં ઠલવાય તે પૂર્વે પકડાઇ

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેડી ચોકડી પાસે પ્લાસ્ટિકના દાણાની આડમાં છુપાવેલો 3.61 લાખનો દારૂ મળ્યો
  • ટ્રકચાલક ફરાર, પાઇલટિંગ કરતા બે સહિત ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા

શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની હોવાની માહિતીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ સ્ટાફે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક ટ્રકને ડબલસવારી બાઇક પાઇલટિંગ કરતું હોવાનું જોવા મળતા તુરંત બાઇકને તેમજ ટ્રકને કોર્ડન કરી લીધી હતી. આ સમયે ટ્રકનો ચાલક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકમાં બેઠેલો એક શખ્સ તેમજ બાઇકસવાર બે શખ્સને પકડી પાડ્યા હતા.

ટ્રકમાંથી પકડાયેલો શખ્સ સંજય છગન ડોબરિયા તેમજ બાઇક પર સવાર ભાડલાનો મહેશ વાઘજી સરવૈયા અને સુરતનો મનીષ લવજી સાવલિયા હોવાનું જાણવા મળ્યું હતું. ટ્રકની તલાશી લેતા પ્લાસ્ટિકના દાણા ભરેલા બાચકા તેમજ કેરેટ જોવા મળ્યા હતા. તે હટાવતા દારૂની કુલ 1212 બોટલ, 288 બિયરના ટીન મળ્યા હતા. પોલીસે કુલ રૂ.11.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વાપી-દમણથી લઇ આવ્યાનું અને બેડી ચોકડીથી મહેશ-મનીષ બાઇક પર પાઇલટિંગ કરી લઇ જતો હોવાની કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...