તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:ત્રિપુટીએ એજન્ટની મદદથી નડિયાદમાં 12 કરોડનું ફુલેકું ફેરવ્યું

રાજકોટ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ક્રેડિટ સોસાયટીના કૌભાંડમાં વધુ એક શખ્સ પકડાયો
 • નડિયાદના એજન્ટને પોલીસે 7 દિવસના રિમાન્ડ પર મેળવ્યો

શહેરમાં સમય ટ્રેડિંગ, સાંઇ સમય ટ્રેડિંગ અને આશિષ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ઓઠા તળે અનેક રોકાણકારોના 50 કરોડ રૂપિયા ચાઉ કરી જનાર પ્રદીપ ખોડા ડાવેરા, દિવ્યેશ અશોક કાલાવડિયા અને હિતેષ મનસુખલાલ લુક્કાની પૂછપરછમાં તેમને નડિયાદમાં પણ સમય ટ્રેડિંગના નામથી ઓફિસ ખોલી એજન્ટની નિમણૂક કરી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસ નડિયાદ દોડી જઇ મૂળ ધ્રોલના લતીપર ગામના એજન્ટ ચંદ્રકાંત રણછોડ પટેલને પકડી પાડ્યો હતો. પકડાયેલા એજન્ટ ચંદ્રકાંતની પૂછપરછમાં તેને નડિયાદમાંથી 12 કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી મેળવ્યા હોવાની કેફિયત આપી છે.

એજન્ટે પણ ફુલેકું ફેરવ્યાનું તપાસમાં ખૂલતા પોલીસે એજન્ટ ચંદ્રકાંત પટેલની ધરપકડ કરી વિશેષ પૂછપરછ કરવા 7 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે. રિમાન્ડ દરમિયાન એજન્ટ ચંદ્રકાંતની કેટલી મિલકત ક્યા ક્યા છે. તેમજ તેની ઓફિસમાંથી દસ્તાવેજો એકઠા કરવા સહિતની દિશામાં તપાસ કરવામાં આવશે તેમ યુનિવર્સિટી રોડ પોલીસમથકના તપાસનીશ અધિકારી પીઆઇ એ.એસ.ચાવડાએ જણાવ્યું છે.

છેતરપિંડી કૌભાંડની જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ભોગ બનેલા રોકાણકારોની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધીમાં 170થી વધુ રોકાણકારો ટોળકીનો ભોગ બન્યા છે. મંડળીના ઓઠા તળે છેતરપિંડી કરનાર ત્રિપુટીએ ધોરાજી, ઉપલેટા, જામનગર, ભાવનગર સહિતના શહેરોના રોકાણકારોને પણ ચુંગાલમાં ફસાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

મકાનો ગીરવે મૂકી રોકાણ કર્યું
પોલીસ તપાસમાં મંડળીના સંચાલકોએ રોકાણકારોને તમારી રકમ દસ ટકાના માસિક વ્યાજ સાથે પરત કરવાની લાલચ આપી હતી. જે લાલચમાં આવી જતા અનેક લોકોએ સારા વ્યાજની લાલચમાં તેમની પાસે રહેલી મરણમૂડી તેમજ તેમના રહેણાક મકાનો ગીરવે મૂકી ત્રિપુટી પાસે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે, પરંતુ હવે રોકાણકારોને વ્યાજ તો ઠીક તેમની મુદ્લ રકમ પણ ગુમાવવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો