તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભયથી ભાગ્યાનું કથન:મહિલાની લાશ મૂકી જનાર ત્રિપુટી ઝડપાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ક્યારે ઝેરી દવા પીધી તે અંગે અજાણ હોવાનું રટણ, પતિ ફૌજી હોવાથી ત્રણેય ડરી ગયા

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં શનિવારે બપોરે મહિલાની લાશ મૂકીને નાસી જનાર ત્રિપુટીને પોલીસે ઝડપી લીધી હતી, મહિલા દશ વર્ષથી નવાગામના હરેશ સાથે રહેતી હતી, જોકે મહિલાએ દવા શા માટે અને ક્યારે પીધી તે અંગે અજાણ હોવાનું ત્રણેયે રટણ રટ્યું હતું.

જસદણની યુવતી સોનલના લગ્ન ઢાંઢણી ગામમાં રહેતા નિવૃત્ત ફૌજી કેશુ કડવાણી સાથે થયા હતા, જોકે 12 વર્ષથી સોનલ પતિને છોડીને રાજકોટમાં કોઇ સ્થળે રહેતી હતી. શનિવારે સોનલની લાશ હોસ્પિટલમાં મૂકીને ત્રણ શખ્સ નાસી ગયા હતા. રિક્ષા નંબરના આધારે પોલીસ એ શખ્સ સુધી પહોંચી ગઇ હતી અને હરેશ દેવીપૂજક, તેની માતા આશા અને પિતરાઇ અરવિંદને ઉઠાવી લીધા હતા.

હરેશે પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, સોનલ દશ વર્ષથી તેની સાથે રહેતી હતી, પાંચેક દિવસથી સોનલની તબિયત નાદુરસ્ત હતી, શનિવારે તે ડચકા ખાવા લાગતા તેને લઇને હોસ્પિટલે પહોંચ્યા હતા પરંતુ તબીબે મૃત જાહેર કરી હતી. સોનલનો પતિ નિવૃત્ત ફૌજી હોય સોનલનાં મોત માટે તેને જવાબદાર ગણશે તેવા ભયથી ભાગી ગયા હતા, પોલીસે ત્રણેયની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી, સોનલની માતાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે, સોનલને તેના નિવૃત્ત ફૌજી પતિએ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હતી. મોતનું કારણ જાણવા પોલીસે ત્રણેય શખ્સની કડક પૂછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...