તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રકચાલક પર ટ્રાન્સપોર્ટરનો લોખંડના સળિયાથી હુમલો

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉત્તરપ્રદેશના ટ્રકચાલક પર તેના પૂર્વ શેઠ ટ્રાન્સપોર્ટરે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. યુપીના બારિયાબાદનો વતની અને ગોંડલના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ચલાવતો રવિન્દ્ર રામચરણ યાદવ ટ્રક ચલાવીને નીકળ્યો હતો અને બેડીપરા પોલીસ ચોકી પાસે પહોંચ્યો હતો ત્યારે તેનો ટ્રક બંધ થતાં ટ્રક પાર્ક કરીને તેમાં બેઠો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ડી.કે.ટ્રાન્સપોર્ટ ચલાવતો મુકેશ ગોસ્વામી ત્યાં ધસી ગયો હતો અને રવિન્દ્ર યાદવ સાથે ઝઘડો કરી તેને લોખંડનો સળિયો માર્યો હતો અને ટ્રકના કાચમાં સળિયો ઝીંકી કાચ ફોડી નાખ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ જતાં મુકેશ નાસી ગયો હતો.

બનાવ અંગે રવિન્દ્રના શેઠ અને ગોંડલના ટ્રાન્સપોર્ટર ગિરિષગીરી ગોસાઇએ ફરિયાદ નોંધાવી હતી. ગીરીષગીરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિન્દ્રએ તેના પૂર્વ શેઠ પાસે અગાઉ પગારની ઉઘરાણી કરતો ફોન કર્યો હતો અને મુકેશ ગાળો ભાંડવા લાગતા ફોન કાપી નાખ્યો હતો જે બાબતનો ખાર રાખી મુકેશે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો