તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કારના દરવાજાની અંદર સંતાડેલી 19 બોટલ સાથે વેપારી પકડાયો

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગંજીવાડા નજીક બાવળની ઝાડીમાં સંતાડેલો દારૂ-બિયર મળ્યો

દોઢસો ફૂટ રિંગ રોડ પર સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા હિમાંશુ જમનાદાસ સાતાની કારમાં વિદેશી દારૂ હોવાની માહિતીના આધારે યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીએસઆઇ એ.બી.જાડેજા સહિતની ટીમ રવિવારે સવારે દોડી ગઇ હતી અને હિમાંશુને પકડી તેની કારની તલાશી લીધી હતી. જોકે શરૂઆતમાં કારમાંથી દારૂ નહિ મળતા બારિકાઇથી તપાસ કરતા કારના દરવાજાની અંદર સંતાડેલી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 19 બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ કબજે કરી હિમાંશુની ધરપકડ કરી છે. પૂછપરછ કરતા હિમાંશુ મરચાંની ચટણીનો વેપાર કરે છે. જ્યારે થોરાળા પોલીસે માહિતીના આધારે ગંજીવાડા સામે પીટીસીના પટમાંથી વિદેશી દારૂની 24 બોટલ તેમજ 30 બોટલ બિયર બાવળની ઝાડીમાંથી મળી આવી હતી. તપાસમાં દારૂનો જથ્થો ગંજીવાડાના અસલમ ચાનિયા અને દિલીપ ઉર્ફે ટકો મકવાણાનો હોવાનું જાણવા મળતા ગુનો નોંધી પકડવા તજવીજ હાથ ધરી છે.

તદઉપરાંત ધરમનગર મેઇન રોડ પર ઓમ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાંથી વિશાલ નિલેશ સેજપાલને વિદેશી દારૂની સાત બોટલ તેમજ શરાબના 30 પાઉચ સાથે, વિશ્વનગર મેઇન રોડ પરથી સંજય ઉર્ફે ગોપાલ જીવરામ ઠાકરને બે બોટલ સાથે, જસદણના જય કાંતિ સાંખડને ગાંધીગ્રામના એસ.કે.ચોક પાસેથી એક બોટલ અને જામનગરના ઢીંચળા ગામના કૈલાસ મોહનગીરી ગૌસ્વામીને મવડી મેઇન રોડ પરથી એક બોટલ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો